Home Gujarat Husband K Wife With Iron Hammer In Adajan Surat

સુરતના અડાજણમાં પતિએ લોખંડના હથોડાથી પત્નીની કરી હત્યા : ઘર કંકાસે લીધો ભયાનક વળાંક, પતિએ જ પત્નીનો લીધો જીવ

સુરતના અડાજણમાં પતિએ લોખંડના હથોડાથી પત્નીની કરી હત્યા
Published by: OBS Bureau
Last Updated: Mar 01, 2026, 10:31 AM IST

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં પત્નીની નિર્મમ હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરકંકાસે ભયાનક વળાંક લેતા પતિએ લોખંડના હથોડાથી પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો. કપાળ અને ચહેરા પર ગંભીર ઘા પહોંચતા પત્નીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

પતિએ લોખંડના હથોડાથી કર્યો જીવલેણ હુમલો

માહિતી મુજબ લાકડાના હાથાવાળા હથોડાથી હુમલો થતાં વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ અડાજણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડી કસ્ટડીમાં લીધો હતો.

ઘટનાને લઈ વિસ્તારમાં ભારે ચકચાર

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ઘરેલુ ઝઘડો આ બનાવનું કારણ હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ઘટનાના તમામ પાસાઓની વિગતવાર તપાસ ચાલુ છે. આ બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. સ્થાનિકોમાં ભય અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે પોલીસ તંત્ર દ્વારા શાંતિ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now