પહલગામ હુમલા બાદ અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાામાં આવી છે. જે બાદ આજે ફરી અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકનાઓએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની, સંયુક્ત પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાન્ચ શરદ સિંઘલ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે ચંડોળા તળાવની મુલાકાત લીધી. અમદાવાદ શહેર પોલીસની ઝુંબેશ દ્વારા તબક્કાવાર આજદિન સુધી કુલ 210 જેટલા ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ડીટેઈન કરવામાં આવેલ છે. ત્યારબાદ, ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે તમામ અધિકારીઓ સાથે આગામી કામગીરી અંગે બેઠક કરવામાં આવી.
આ બેઠકમાં ચંડોળા તળાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી.જે અંગે Dymc ભરત પરમારે જણાવ્યું હતુ કે, જેમા અમદાવાદના ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ ડ્રાઇવ કરવામાં આવી હતી. આ ડ્રાઇવમાં અમે કુલ 198 બાંગ્લાદેશીઓને પકડાયા છે. માર્ચમાં મહિનામાં પણ 12 બાંગ્લાદેશીઓ ને પકડ્યા હતા. અમદાવાદ માંથી કુલ 210 બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા. તેમજ નામચિહ્ન એવા લલ્લુ બિહારી સહિતના બાંગ્લાદેશીઓને પણ પકડ્યા છે. ચંડોળા તળાવમાં પણ ડિમોલેશન કામગીરી કરવામાં આવી. બાંગ્લાદેશીઓ માટેની આ ડ્રાઇવનો પ્રથમ ફેસ પૂર્ણ થયો છે. હવે AMC કહેશે તો ફરી એક વખત ડ્રાઇવ કરીશું
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2009 માં પણ 95 બાંગ્લાદેશીઓ ને પકડ્યા હતા. પોલીસના રિપોર્ટ ન આધારે સંયુક્ત ઓપરેશન નું કાર્ય કરવામાં આવ્યું છે જેમા 4000 જેટલા કાચા પાક્કા મકાનો તોડવામાં આવ્યા છે. દોઢ લાખ ચોરસ મીટર વિસ્તાર હાલમાં ખાલી કરાયો છે. તેમજ બાંધકામ દૂર કરાયું હોય તેવી જગ્યાએ પ્રોટેક્શન વોલ બનાવવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. વધુમાં જે જગ્યાએ ટોરેન્ટ ના કનેકશન હતા ત્યાં ટોરેન્ટ પાસે પૂછપરછ થશે. સ્ટ્રીટ લાઈટ આપવામાં આવી છે તેમાં સ્ટ્રીટ લાઈટ ડિપાર્ટમેન્ટ સાથે વાત ચિત કરશું.ચંડોળા તળાવ ગેરકાયદેસર નથી માત્ર બાંધકામ ગેરકાયદેસર હતા
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ






