Home Gujarat How Fuel Switch Of Air India Plane Got Down Experts Told 2 Big Reasons

વિમાનની ફ્યુઅલ સ્વીચ કેવી રીતે બંધ થઈ? : અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે નિષ્ણાતોએ શું કહ્યું?

વિમાનની ફ્યુઅલ સ્વીચ કેવી રીતે બંધ થઈ?
Published by: OBS Bureau
Last Updated: Jul 13, 2025, 09:53 AM IST

12 જૂને અમદાવાદમાં વિમાન ક્રેશ થયું ત્યારે બધાના મનમાં એક જ પ્રશ્ન હતો કે આટલા બધા નિરીક્ષણો પછી પણ વિમાન ક્રેશ કેવી રીતે થયું. પ્રશ્નોના જવાબ આપવા માટે જુદા જુદા નિષ્ણાતોએ પોતાના મંતવ્યો આપ્યા, પરંતુ બધાની નજર સત્તાવાર તપાસ રિપોર્ટ પર હતી. એક મહિના પછી જ્યારે વિમાન ક્રેશ તપાસનો સત્તાવાર રિપોર્ટ આવ્યો, ત્યારે જાણવા મળ્યું કે વિમાનનો ફ્યુઅલ સ્વીચ અચાનક બંધ પડી ગઈ હતી, જેથી વિમાન ક્રેશ થયું. હજુ પણ કેટલાક પ્રશ્નો છે, જેના જવાબ મળ્યા નથી. ત્યારે વિમાન અંગે જ્ઞાન ધરાવતા નિષ્ણાતોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે, ચાલો જાણીએ.



ફ્યુઅલ સ્વીચ બંધ થવાનું કારણ શું હોઈ શકે?
શુક્રવારે અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે AAIBનો રિપોર્ટ આવ્યો ત્યારે તેમાં ખુલાસો થયો કે ફ્યુઅલ સ્વીચ બંધ થઈ ગઈ હતી. પરંતુ ફ્યુઅલ સ્વીચ કેવી રીતે બંધ તે સ્પષ્ટ નથી. જોકે, આ મામલે રિપોર્ટમાં એક રેકોર્ડિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં એક પાયલટ બીજાને પૂછે છે કે ફ્યુઅલ સ્વીચ કેમ બંધ કરી, અને જવાબ આવે છે કે મેં ફ્યુઅલ સ્વીચ બંધ નથી કરી. હવે નિષ્ણાતોએ આ બાબતે પોતાનો અભિપ્રાય આપ્યો છે. ભારતીય પાયલટ ફેડરેશનના પ્રમુખ ચરણવીર સિંહ રંધાવાએ જણાવ્યું હતું કે આ રિપોર્ટથી એ સ્પષ્ટ નથી કે કોકપીટનું નિયંત્રણ કોના હાથમાં હતું, જે સ્થિતિમાં આ અકસ્માત પાવર સપ્લાય કટ થવા અથવા સોફ્ટવેરમાં કોઈ પ્રકારની ખામી તરફ ઈશારો કરે છે.
પાઇલોટ્સ એસોસિએશ શું કહ્યું?
ભારતીય પાઇલોટ્સ એસોસિએશનના પ્રમુખ રંધાવાએ જણાવ્યું હતું કે વિમાન સાથી પાઇલોટ્સ દ્વારા ઉડાડવામાં આવી રહ્યું હતું, જ્યારે કેપ્ટન વિમાનનું કમાન્ડિંગ અને દેખરેખ કરી રહ્યા હતા. જેથી આટલો મોટો નિર્ણય કોણે લીધો તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી. જોકે, રેકોર્ડિંગ તપાસ એજન્સી પાસે છે અને કોકપીટ રેકોર્ડિંગ સ્પષ્ટ કરે છે કે કોનો અવાજ આદેશ આપી રહ્યો હતો. વોઇસ રેકોર્ડરમાં અવાજ સ્પષ્ટ છે.



અકસ્માત અંગેની કઈ શંકાઓ દૂર થઈ છે?
વિમાન દુર્ઘટના બાદ અનેક પ્રકારની શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. હવે પ્રારંભિક અહેવાલમાં ઘણી સિદ્ધાંતોને સંપૂર્ણપણે રદિયો આપવામાં આવ્યો છે.

હવામાન પરિબળ
અહેવાલમાં જણાવાયું છે કે હવામાન સંપૂર્ણપણે અનુકૂળ હતું. આકાશ સ્વચ્છ હતું અને પવનની ગતિ ખૂબ ઓછી હતી.


પક્ષી અથડામણ
સીસીટીવી ફૂટેજ અને શારીરિક તપાસમાં આવા કોઈ પુરાવા મળ્યા નથી.
વિમાનની સ્થિતિ
ઉડાન માટે ફ્લૅપ્સ 5 ડિગ્રી પર યોગ્ય રીતે સેટ કરવામાં આવ્યા હતા અને લેન્ડિંગ ગિયર સામાન્ય રીતે કાર્ય કરી રહ્યું હતું.


વજન અને સંતુલન
વિમાનનું વજન સામાન્ય અને મર્યાદામાં હતું.

ઇંધણની ગુણવત્તા
એરપોર્ટ પર ઇંધણ ટ્રકોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા અને તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ગુણવત્તા સંતોષકારક હોવાનું જાણવા મળ્યું હતું.




joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now