અમદાવાદના લો ગાર્ડન વિસ્તાર નજીક આવેલી સમર્થ સ્કૂલમાં અભ્યાસ કરતી અને રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી બે વિદ્યાર્થીઓ આખરે મુંબઈથી હેમખેમ મળી આવી હતી. આ ઘટનાને પગલે એલિસબ્રિજ પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. આ ઘટનાએ વાલીઓમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો હતો ત્યારે બાળકીઓ હેમખેમ મળી આવતા તેમના પરિવારોએ રાહત અનુભવી હતી. બાળકી કઈ રીતે મુંબઈ પહોંચી અને કઈ રીતે મળી આવી તે અંગે પોલીસે વિસ્તુત માહિતી આપી હતી.
સુરતથી રેલવે દ્વારા મુંબઈ ચર્ચગેટ ગઈ હતી
પોલીસે જણાવ્યું હતું કે, સ્કૂલમાં વિધાર્થિનીઓ ગેરહાજર રહેતા શાળાએ તત્કાલિક પરિવારને જાણ કરી હતી. પરિવારે પોલીસેને ફરિયાદ કરતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. આ બંન્ને વિદ્યાર્થી ગણિત અને વિજ્ઞાનના વિષયમાં નાપાસ થવાની ડરના કાલ્પનિક ભય લાગ્યો હતો. પરીવારમાં, સોસયટી, મિત્રોમાં મજાક બનશે, તેવા ડરથી નીકળી ગયા હતા. આ બંન્ને બાળકીએ પરિમલ ગાર્ડન પાસે પબ્લિક વોશરૂમમાં શાળાના કપડા બદલ્યા હતા. ગીતામંદિર બસ્ટેન્ડથી સુરત ગયા અને સુરતથી રેલવે દ્વારા મુંબઈ ચર્ચગેટ ગઈ હતી.બાળકી પાસે પૈસા ખૂટી જતા રાહદારીના ફોનથી પિતાને ફોન કરી જાણ કરી હતી. પોલીસે મહિલા ટીમ સાથે રાખે સ્થળ પરથી બંને સગીરાને શોધી પરિવારને પરત સોંપી હતી.






