Home Gujarat Hotel In Vadodara Receives Threat

વડોદરામાં સ્કૂલ બાદ હોટલને મળી ધમકી : સુરક્ષા એજન્સીઑ પહોંચી ઘટના સ્થળે, બોમ્બ સ્કવોડ ડોગ સ્કવોડ સાથે તપાસ તેજ

વડોદરામાં સ્કૂલ બાદ હોટલને મળી ધમકી
Published by: OBS Bureau
Last Updated: Jul 05, 2025, 03:11 PM IST

વડોદરામાં ધમકીઓનો સિલસિલો યથાવત છે, સ્કૂલ બાદ હવે હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સ્થાનિક  પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઑ દોડતી થઈ છે. બોમ્બ સ્કવોડ ડોગ સ્કવોડ સહિતની એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.

વડોદરાના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલી લોર્ડ્સ ઈન હોટલને ધમકી મળતા હોટેલ સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. સયાજીગંજ પોલીસે  તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

 

પોલીસ કાફલો ડોગ સ્ક્વોડ સાથે હોટલ પહોંચ્યો

લોર્ડ્સ ઈન હોટલમાં બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, સાથો સાથ પોલીસ દ્વારા હોટલ ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.


કોઈ વાંધાજનક વસ્તુ મળી નહીં,મેઇલ ક્યાંથી અવાયો તે અંગે તપાસ શરૂ

હોટેલ તરફ થી જાણ કરવામાં આવતાજ  સૌ પ્રથમ તાત્કાલિક સયાજીગંજ પોલીસની ટીમ હોટેલ દોડી આવી હતી.  ત્યાર બાદ સ્થાનિક તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા,બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની મદદથી સમગ્ર હોટેલની  અંદર અને બહાર ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ નહીં મળતા સૌએ રાહતનો દમ લીધો હતો,જોકે મેલ ક્યાંથી અવાયો હતો તેની હવે સાયબર ક્રાઇમ સેલની મદદ થી તપાસ શરૂ કરવામાં આવી છે,સાથેજ હોટેલ સ્ટાફ ની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now