Home Gujarat Hospitals Without Bu Sealed In Ahmedabad

AMCની હોસ્પિટલો પર મોટી કાર્યવાહી : બોપલની સફલ મલ્ટિ સ્પેશિયાલિટી અને મમતા હોસ્પિ. સહિત 9 હોસ્પિટલ સીલ કરાઈ

AMCની  હોસ્પિટલો પર મોટી કાર્યવાહી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 03, 2025, 09:08 AM IST

આજે સવારે ભાવનગરમાં એક લેબોરેટરીમાં વિકરાળ આગ લાગી હતી. ત્યારે આજે જ અમદાવાદ મ્યુનિસિપાલ દ્વારા શહેરની કુલ 9 હોસ્પિટલો સીલ કરવામાં આવી છે. જેથી કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે એમ કહી શકાય કે 'ભાવનગરમાં ભૂલ બાદ AMC ભૂલ ભણાઈ.'

મળતી માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમઝોન હદ વિસ્તારમાં વપરાશ પરવાનગી (BU) મેળવ્યા સિવાય વપરાશ ચાલુ રાખેલ હોય તેવી હોસ્પિટલોને બાંધકામની નિયમાનુસાર વપરાશ પરવાનગી મેળવી લેવા તેમજ ગૃડા-2022 હેઠળ બાંધકામ નિયમિત કરાવી લેવા અત્રેથી નોટીસ પાઠવેલ. તેમજ તે સંદર્ભે વારંવાર મૌખિક સૂચના આપવા છતાં તેઓ દ્વારા વપરાશ પરવાનગી કે બાંધકામ નિયમિત કરાવેલ હોવા અંગેના કોઈ અધિકૃત પુરાવા રજૂ કરેલ ન હોઈ, અને વપરાશ શરૂ રાખેલ હોવાથી, જાહેર સલામતીના ભાગરૂપે નીચે જણાવેલ હોસ્પિટલોને 3 ડિસેમ્બર 2025 ના રોજ સવારે સીલ કરવામાં આવી છે.

આ હોસ્પિટલો સીલ કરાઈ

  1. 33-સરખેજ દેવપુષ્પ મેટરનીટી એન્ડ નર્સિંગ હોમ, ગજરાજ કોમ્પ્લેક્ષ, સરખેજ

  2. 24-મક્તમપુરા મુસ્કાન મેટરનીટી હોમ, ગુલમોહર સોસાયટી, મક્તમપુરા

  3. 34-મક્તમપુરા નૌશીન હોસ્પિટલ, મક્તમપુરા

  4. 34-મક્તમપુરા રિયાઝ હોસ્પિટલ, રોયલ અકબર ટાવર પાસે, જુહાપુરા

  5. 34-મક્તમપુરા હેપ્પીનેસ્ટ ચીલ્ડ્રન હોસ્પિટલ, યુનીડ ફ્લેટ, વિશાલા સર્કલ

  6. જોધપુર-2 સફલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, સાઉથ બોપલ

  7. જોધપુર-2 મમતા હોસ્પિટલ, સાઉથ બોપલ

  8. જોધપુર-2 આસના ઓર્થોપેડીક હોસ્પિટલ, સાઉથ બોપલ

  9. જોધપુર-2 દ્વારિકા હોસ્પિટલ, સાઉથ બોપલ

    આગામી દિવસોમાં વપરાશ પરવાનગી મેળવેલ ન હોય કે ગૃડા-2022 અંતર્ગત બાંધકામ નિયમિત કરાવેલ ન હોય તેવા મલ્ટીપ્લેક્ષ, શૈક્ષણિક સંસથાઓ વિગેરે જેવા એસેમ્બલી પ્રકારના એકમોનો વપરાશ બંધ કરાવવા અંગે સીલની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now