Home Gujarat Horrific Road Accident In Amreli

અમરેલીમાં ભયાનક માર્ગ અકસ્માત : સેંજળ પાસે બોલેરો ગાડીએ મારી પલટી, 23 ઈજાગ્રસ્ત, 1 મહિલાનું મોત

અમરેલીમાં ભયાનક માર્ગ અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Nov 29, 2025, 02:19 PM IST

Amreli Accident News : અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના સેંજળ ગામ નજીક આજે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પાલિતાણાના ગંઢોળ ગામેથી દીકરીને લેવા માટે આવેલી બોલેરો કાર સેંજળથી પરત ફરી રહી હતી ત્યારે અચાનક કારનું નિયંત્રણ બગડતા બોલેરો પલટી મારી ગઈ હતી.

23 ઈજાગ્રસ્ત, 1નું મોત

આ અકસ્માતમાં 23 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 1 મહિલાનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાળા તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી અંગે માહિતી મેળવી હતી.

ઈજાગ્રસ્તોની સારવાર

અકસ્માતમાં ઘાયલ થયેલા 8 જેટલા લોકોને વંડા સેન્ટર પર ખસેડી સારવાર આપવામાં આવી હતી. 4 જેટલા ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ 15 માંથી 6 લોકોને વધુ સારવાર માટે અમરેલી રીફર કરવામાં આવ્યા હતાં. સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માત અંગે તપાસ શરૂ કરવામાં આવી છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ