Home Gujarat Horrific Fire Breaks Out On Surats Ring Road

સુરતનાં રીંગરોડ પર ભયાનક આગનું તાંડવ : મિલેનિયમ માર્કેટ-1 માં આચનક આગ, દૂર દૂર સુધી દેખાઈ જ્વાળાઓ

સુરતનાં રીંગરોડ પર ભયાનક આગનું તાંડવ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2026, 08:10 AM IST

સુરત શહેરના વ્યસ્ત વેપારી વિસ્તાર રિંગ રોડ પર આવેલ Millennium Market-1 માં અચાનક ભયાનક આગ લાગતા હડકંપ મચી ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાઈ રહી હતી અને સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટા છવાઈ ગયા હતા.
15 ફાયર બ્રિગેડની ટીમ તૈનાત

ઘટનાની જાણ થતાં જ Surat Fire Brigadeની કુલ 15 ગાડીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો. ફાયર વિભાગના જવાનો કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગને ફેલાતી અટકાવવામાં સફળ રહ્યા હતા.
હજારો વેપારીઓ ચિંતામાં

મિલેનિયમ માર્કેટમાં મોટી સંખ્યામાં કપડા અને ટેક્સટાઈલના ગોડાઉન તથા દુકાનો આવેલી હોવાથી આગના કારણે ભારે નુકસાન થવાની ભીતિ ઉભી થઈ હતી. વેપારીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા.

આગ પર અંતે કાબૂ મેળવી લેવાતા વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો. હાલ આગ લાગવાના કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now