Home Gujarat Horrific Accident Near Nandodi In Vadodara

વડોદરામાં નાંદોદી પાસે ભયાનક અકસ્માત : ક્રોસ કરતા યુવાનને લાગી બાઇકની જોરદાર ટક્કર, ત્રણ ગંભીર ઈજાગ્રસ્ત

વડોદરામાં નાંદોદી પાસે ભયાનક અકસ્માત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 06, 2025, 11:15 AM IST

Nandodi Bhagol Accident : વડોદરાના ડભોઇ તાલુકા વિસ્તારમાં આવેલા નાંદોદી ભાગોળ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર બનેલી આ ઘટનામાં રોડ ક્રોસ કરી રહેલા એક યુવાનને બાઇક ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અચાનક બનેલી આ ટક્કરમાં કુલ ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

નાંદોદી ભાગોળ નજીક સર્જાયો અકસ્માત

દિલને હચમચાવી દે તેવા સી.સી.ટી.વી. ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે બાઇક ખૂબ ઝડપમાં હતી અને રોડ ક્રોસ કરતા યુવાન ટક્કર લાગતાં જ દૂર ફંગોળાઈ ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે ક્ષણોમાં લોકો દોડી આવ્યા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતાં.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી શરૂ કરી તપાસ

પોલીસે ઘટનાની નોંધ લઈને અક્સ્માતનો ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે. રાત્રિના સમયે બનતી આવી આકસ્મિક ઘટનાઓ માર્ગ સુરક્ષા અંગે ફરી એક વખત પ્રશ્નો ઉભા કરી રહી છે. પોલીસે હવે બાઇક ચાલકની ગતિ, બેદરકારી અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન જેવા મુદ્દાઓની પણ તપાસ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now