Sabarkantha News : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા માથાસુલિયા વિસ્તારમાં આજે શામળાજી–હિંમતનગર નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. કાર અચાનક રસ્તાની સાઈડમાં પલટી જતા બનેલા આ દુર્ઘટનામાં ત્રણ લોકોના દુખદ મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.
માથાસુલિયા નજીક ભયાનક અકસ્માત
અકસ્માત બાદ તરત ઘાયલ વ્યક્તિને હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જેઓ સારવાર હેઠળ છે. પ્રાથમિક માહિતી મુજબ, કારમાં સવાર ચારેય લોકો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે.
વિસ્તાર શોકમગ્ન
આ અચાનક બનેલી દુર્ઘટનાથી વિસ્તારમાં શોક અને ચકચાર ફેલાઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. જેના પગલે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવી રહ્યો છે. આ અકસ્માત વધવાનું પ્રાથમિક કારણ એવું પણ ગણાય છે કે, વાહન હંકારતા લોકો સ્પિડ વધારી દે છે જે બાદમાં બેકાબૂ બની અને અકસ્માત સર્જે છે.






