strait of hormuz: ઈરાન યુદ્ધ સાથે જોડાયેલા અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણ રીતે ખોલવાની જાહેરાત કરી છે.
ઈરાનના વિદેશ મંત્રી અરાગચી (Araghchi) એ જણાવ્યું છે કે, ઈઝરાયેલ-લેબનોન સીઝફાયર (યુદ્ધવિરામ) બાદ હવે વ્યાપારી જહાજો માટે હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ખોલી દેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, 28 ફેબ્રુઆરી, 2026ના રોજ ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારથી જ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર ખોરવાઈ ગઈ હતી અને આ મહત્વપૂર્ણ જળમાર્ગ બંધ હતો.





