Home Gujarat Home Guard Revealed To Be Accused Of Cyber Fraud Worth Crores In Navsari

નવસારીમાં કરોડોની સાયબર છેતરપિંડીનો આરોપી હોમગાર્ડ હોવાનું ખુલ્યું : રોફ જમાવતા મનીષના પિતા- ભાઈ પોલીસમાં!, નોકરીમાંથી બરતરફ કરાયો

નવસારીમાં કરોડોની સાયબર છેતરપિંડીનો આરોપી હોમગાર્ડ હોવાનું ખુલ્યું
Published by: OBS Bureau
Last Updated: Dec 11, 2025, 10:23 AM IST

નવસારીમાં કરોડોની સાયબર છેતરપિંડી કેસમાં મોટી ચકચાર મચી છે, કારણ કે પકડાયેલા આરોપીઓમાં એક પોલીસકર્મીના પુત્ર તથા હોમગાર્ડ હોવાનું સામે આવ્યું છે. સાયબર ઠગાઈમાં મ્યુલ એકાઉન્ટ હેન્ડલર તરીકે કાર્ય કરતો આરોપી મનીષ પાડવે ઝડપાયો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મનીષ પાડવેનો ભાઈ નવસારી પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે, જ્યારે તેના પિતા પણ પોલીસકર્મી હતા. આરોપી પોતે પણ હોમગાર્ડમાં ફરજ બજાવતો હતો.

પોલીસ પરિવારનો રોફ જમાવતો હતો

સાયબર છેતરપિંડીમાં મનીષ પાડવેની સંડોવણી બહાર આવતા તેને હોમગાર્ડ વિભાગમાંથી બરતરફ કરવામાં આવ્યો છે. મનીષ પાડવે હોમગાર્ડ અને પોલીસ પરિવારનો હોવાથી સ્થાનિક સ્તરે પોતાના રોફ અને દાદાગીરી માટે પણ ચર્ચામાં રહ્યો હતો, એવી માહિતી મળી છે.

સાયબર છેતરપિંડીમાં સંડોવણી

પકડાયા બાદ પણ મનીષ પાડવે મીડિયા સામે અકળાઈ ગયો હતો અને વીડિયો ન ઉતારવા રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ નવસારી પોલીસ સાયબર છેતરપિંડીના આ નેટવર્ક અંગે વધુ તપાસ ઓળંગાવી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકો શોધવા કડક તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ
ઉત્તર ગુજરાતની ઘરતી પર PM મોદીએ યાદ કર્યા એ દિવસો...
પંચમહાલમાં વિચિત્ર અકસ્માત