Home Gujarat Home Department Issues Notification Regarding Rolling Papers Gogo Smoking Cones

રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોનને લઈ ગૃહ વિભાગે બહાર પાડ્યું જાહેરનામું : વિતરણ કે હેરાફેરી ન કરવા આપી ચેતવણી!

રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોનને લઈ ગૃહ વિભાગે બહાર પાડ્યું જાહેરનામું
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 17, 2025, 11:51 AM IST

Gogo smoking cone : રોલીંગ પેપર અને ગોગો સ્મોકીંગ કોનને લઈને રાજ્યના ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો છે. ચરસ અને ગાંજાનું સેવન કરવા માટે ઉપયોગમાં લેવાતા રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન તેમજ પરફેક્ટ રોલ જેવા સામગ્રીના વેચાણ, વિતરણ અને હેરાફેરી અંગે ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ગોગો સ્મોકીંગ કોન મામલે વિતરણ કે હેરાફેરી ન કરવા આપી ચેતવણી

ગૃહ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ પ્રકારની સામગ્રીનું વિતરણ કે હેરાફેરી કરવામાં ન આવે. જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં નશાના દૂષણને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ ચરસ અને ગાંજાના સેવન માટે વપરાતી રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર ખાસ નજર રાખવામાં આવશે. ગૃહ વિભાગના આ નિર્ણયથી રાજ્યમાં નશીલા પદાર્થોના વપરાશ અને તેના પ્રસાર પર અંકુશ મૂકવાનો પ્રયાસ કરવામાં આવશે.

ગૃહ વિભાગના જાહેરનામાં શું જણાવ્યું?

ગૃહ વિભાગના જાહેરનામાં જણાવ્યું છે કે, 'સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, વિજ્ઞાપનો, સામાજિક સંગઠન તેમજ અલગ-અલગ જન સમુદાયનાં માધ્યમથી મળેલી વિગતો મુજબ રાજ્યમાં સગીર/યુવાઓ દ્વારા અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ ગાંજાનું સેવન કરવા માટે રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેકટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તે પદાર્થની અંદર ટાઈટેનીયમ ઓક્સાઇડ, પોટેશીયમ નાઇટ્રેટ, આર્ટીફીશયલ ડાય, કેલ્શીયમ કાર્બોનેટ તથા ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થ હોય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આવા રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પર્ફેકટ રોલ જેવી વસ્તુઓ પાન પાર્લર, પરચૂરણ કરીયાણાની દુકાનો તથા ચાની દુકાનો વિગેરે ઉપર સરળતાથી ઉપલબ્ધ થઈ રહેલ છે. જેના પરિણામ સ્વરૂપ યુવા વર્ગમાં નશો કરવાની વૃત્તિમાં વધારો થયેલ છે. આથી રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ ગુજરાત રાજ્યમાં આવેલ પાન પાર્લર, ચાની દુકાનો, છુટક કરીયાણાની દુકાનો વિગેરેમાં વેચાણ ન થાય તે બાબત નાગરીકોના હિત માટે આવશ્યક જણાય છે'.

'જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે'

જાહેરનામાં વધુમાં લખ્યું છે કે, 'આમ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163(2) અને 163(3)થી આપવામાં આવેલ સત્તાની રૂએ, ગુજરાત રાજ્યના સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક અસરથી નીચે મુજબના આદેશો જાહેર કરવામાં આવે છે. ગુજરાત રાજ્યના સમગ્ર વિસ્તારમાં આવેલ તમામ પાન પાર્લર, ચાની દુકાનો, છુટક કરીયાણાની દુકાનો વિગેરેમાં રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનું સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી કરવી નહીં. આ આદેશ તાત્કાલિક અમલમાં આવશે અને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, 2023 (BNS) ની કલમ 223 મુજબ શિક્ષાને પાત્ર થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now