સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે વાહન ચેકિંગ દરમિયાન હિટ એન્ડ રનની ઘટના બની હતી. થાનગઢના આઝાદ ચોક ખાતે PI, DYSP તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ હતી, જેમાં બ્લેક ફીલ્મ અને વાહનના કાગળોની તપાસ ચાલી રહી હતી. તે સમયે એક કાર ચાલક બ્લેક ફિલ્મ લગાવેલી કાર સાથે પસાર થઈ રહ્યો હતો. પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે કાર ચાલકે ઝડપથી કાર દોડી નાશી છુટવાનો પ્રયાસ કર્યો હતો.
થાનગઢમાં હિટ એન્ડ રન
ટ્રાફિકથી ભરપુર આઝાદ ચોક વિસ્તારમાં નાશી છુટવાની ધરપડમાં કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં 10 લોકોને ઇજા પહોંચી હતી, જેમાં એક યુવકને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે તપાસ હાથધરી
પોલીસે કાર ચાલકનો પીછો કર્યો હતો, પરંતુ ખાખરાળી ચોકડી નજીક કાર છોડીને ચાલક ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે કાર નંબરના આધારે ચાલકની ઓળખ તથા ધરપકડ માટે શોધખોળ શરૂ કરી છે.






