Home Business Hindustan Zinc Multibagger Stock Return 1 Lakh To 14 Crore 24 Years Performance

ખિસ્સામાં રાખેલા 1 લાખ ક્યારે 14 કરોડ થઈ ગયા ખબર પણ ના પડી! : આ શેરના જાદુએ રોકાણકારોની પેઢીઓ તરી ગઈ

Share Market News
Published by: Nirali Gohil
Last Updated: May 08, 2026, 06:28 AM IST

Share Market News: શેરબજારમાં જો ધીરજ અને સાચા સ્ટોકની પસંદગી કરવામાં આવે, તો તે લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ હિંદુસ્તાન ઝિંક (Hindustan Zinc) ના શેરે પૂરું પાડ્યું છે. વેદાંત ગ્રુપની આ દિગ્ગજ કંપનીએ છેલ્લા 24 વર્ષમાં તેના રોકાણકારોને અકલ્પનીય 1400 ટકાથી વધુનું વળતર આપીને માલામાલ કરી દીધા છે. વર્ષ 2000ની આસપાસ જે રોકાણકારોએ આ સ્ટોક પર ભરોસો મૂક્યો હતો, તેઓ આજે કરોડોના માલિક બની ગયા છે. આ અહેવાલમાં આપણે સમજીશું કે, કેવી રીતે એક સામાન્ય રોકાણ આજે એક વિશાળ ભંડોળમાં ફેરવાઈ ગયું છે અને કંપનીના ડિવિડન્ડના ઇતિહાસે રોકાણકારો માટે સોનામાં સુગંધ ભળવાનું કામ કર્યું છે.

1 લાખના રોકાણનું મૂલ્ય 14 કરોડને પાર

હિંદુસ્તાન ઝિંકના શેરના ભાવના ઇતિહાસ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે, 2000ના દાયકાની શરૂઆતમાં આ શેર ખૂબ જ નજીવા ભાવે ટ્રેડ થતો હતો. સમય જતાં કંપનીની કામગીરી અને મેટલ સેક્ટરમાં વધતી માંગને કારણે શેરના ભાવમાં સતત ઉછાળો જોવા મળ્યો છે. આંકડાકીય રીતે જોઈએ તો, 24 વર્ષ પહેલાં કરવામાં આવેલું 1 લાખ રૂપિયાનું રોકાણ, શેરના ભાવમાં થયેલો વધારો અને સમયાંતરે મળેલા બોનસ શેરને ગણતરીમાં લેતા, આજે અંદાજે 14 કરોડ રૂપિયાથી વધુનું મૂલ્ય ધરાવે છે. આ મલ્ટિબેગર રિટર્ને બજારના નિષ્ણાતોને પણ ચોંકાવી દીધા છે.

અદાણી ગ્રુપનો માસ્ટરપ્લાન: બે નવી કંપનીઓ લોન્ચ કરીને બિઝનેસ જગતમાં મચાવ્યો ખળભળાટ, જાણો રોકાણકારો પર શું થશે અસર

ડિવિડન્ડનો વરસાદ: રોકાણકારોની નિયમિત આવકનો સ્ત્રોત

હિંદુસ્તાન ઝિંક માત્ર તેના શેરના ભાવ વધારા માટે જ નહીં, પરંતુ તેના ઉદાર ડિવિડન્ડ (Dividend) પેઆઉટ માટે પણ જાણીતું છે. કંપની દર વર્ષે તેના નફાનો મોટો હિસ્સો શેરધારકો સાથે વહેંચે છે. જે રોકાણકારોએ આ શેર લાંબા સમય સુધી જાળવી રાખ્યા છે, તેમને માત્ર શેરના ભાવ વધારાનો જ લાભ નથી મળ્યો, પરંતુ વર્ષોથી મળતા આવતા મગલક્ષ્મી જેવા ડિવિડન્ડે પણ તેમની મૂળ મૂડી કરતાં અનેકગણી આવક કરાવી આપી છે. સરકારી કંપનીમાંથી ખાનગી કંપની બન્યા બાદ હિંદુસ્તાન ઝિંકના મેનેજમેન્ટે રોકાણકારોના હિતમાં અનેક મોટા નિર્ણયો લીધા છે.

Post Office Scheme: પત્ની સાથે મળીને ખોલો આ ખાતું: 10 વર્ષમાં હાથમાં આવશે 41 લાખ રૂપિયા; જાણો રોકાણનું આખું ગણિત

શા માટે આ સ્ટોક સાબિત થયો મલ્ટિબેગર?

ઝિંક અને સિલ્વર ઉત્પાદન ક્ષેત્રે હિંદુસ્તાન ઝિંક ભારતની સૌથી મોટી અને વિશ્વની અગ્રણી કંપનીઓમાં સ્થાન ધરાવે છે. ભારત સરકારના વિનિવેશ કાર્યક્રમ હેઠળ વેદાંત લિમિટેડે આ કંપનીમાં મોટો હિસ્સો ખરીદ્યો હતો, ત્યારથી કંપનીની પ્રોડક્શન ક્ષમતા અને નફાકારકતામાં જંગી વધારો થયો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓટોમોબાઈલ સેક્ટરમાં ઝિંકની સતત માંગને કારણે કંપનીની બેલેન્સ શીટ મજબૂત બની છે, જેનો સીધો ફાયદો શેરના ભાવમાં જોવા મળ્યો છે.

ભારતમાં ₹1000 કરોડનું રોકાણ કરશે Apple!: વિકસાવાશે 150 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા

નિષ્ણાતોનો મત અને ભાવિ સંભાવનાઓ

હાલમાં શેરબજારમાં ચાલી રહેલી વધઘટ વચ્ચે પણ હિંદુસ્તાન ઝિંક જેવા લાર્જ-કેપ સ્ટોક્સમાં રોકાણકારોનો વિશ્વાસ અકબંધ છે. જોકે, બજારના વિશ્લેષકો હંમેશા સલાહ આપે છે કે, ભૂતકાળનું વળતર ભવિષ્યમાં પણ મળશે જ તેની કોઈ ગેરંટી નથી હોતી, પરંતુ મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતી કંપનીઓ હંમેશા લાંબા ગાળા માટે સુરક્ષિત માનવામાં આવે છે. જો તમે પણ શેરબજારમાં લાંબા ગાળા માટે રોકાણ કરવા ઈચ્છતા હોવ, તો હિંદુસ્તાન ઝિંક જેવી કંપનીઓનો અભ્યાસ કરવો અનિવાર્ય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now