Home Gujarat Hill Station Like Atmosphere In Ahmedabad

અમદાવાદ બન્યું ઠંડુગાર : બર્ફિલા પવન, જામ્યો વરસાદી માહોલ, હિલ સ્ટેશન જેવી ઠંડક

અમદાવાદ બન્યું ઠંડુગાર
Published by: OBS Bureau
Last Updated: Oct 29, 2025, 05:18 AM IST

અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે અચાનક હવામાનમાં ફેરફાર જોવા મળ્યો છે. અમદાવાદમાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે. સવારે જ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવન ફૂંકાતા લોકો ઠરથરી ગયા હતા. શહેરમાં બર્ફિલા પવનના કારણે લોકોને શિયાળાની ઠંડી જેવી લાગણી અનુભવાઈ રહી છે.

રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ

બીજી તરફ, બનાસકાંઠા, ગીર સોમનાથ સહિતના અનેક જિલ્લાઓમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આજે બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને દસ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે ઘણા વિસ્તારોમાં પાકો તૈયાર અવસ્થામાં છે.

હિલ સ્ટેશન જેવી ઠંડક

વરસાદ અને ઠંડા પવનનાથી સમગ્ર રાજ્યમાં ઠંડુગાર વાતાવરણ છવાઈ ગયું છે. લોકો ગરમ કપડાં પહેરીને બહાર નીકળતા જોવા મળી રહ્યા છે, જ્યારે શહેરોમાં હિલ સ્ટેશન જેવી ઠંડક અને ધુમ્મસનું દ્રશ્ય સર્જાયું છે. આ અચાનક બદલાયેલા હવામાનને કારણે લોકો આશ્ચર્યચકિત છે અને સૌ કોઈ કહી રહ્યો છે કે, “અમદાવાદમાં તો આજે સાચે જ હિલ સ્ટેશનનો માહોલ છે!”

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now