માંજલપુર પોલીસ સ્ટેશનના આરોપીએ સલાટવાડામાં તાયફો કરતા કારેલીબાગ પોલીસ ઘટના સ્થળે દોડી હતી.. ઘટનાને લઈને લોકટોળાં પણ મોટી સંખ્યા એકત્ર થયાં હતાં.
પ્રાપ્ત પ્રાથમિક સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર માંજલપુર પોલીસ મથક ખાતે નોંધાયેલા એક ગુનાના કામનો આરોપી સલાટવાડા વિસ્તારમાં છે જેનો નામદાર કોર્ટ દ્વારા વોરંન્ટ નીકળ્યો છે જેથી તેને પકડવો જરૂરી હોવાથી પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી જોકે આરોપીએ ત્યાં હોબાળો મચાવી તાઈફો કરી હાઈ વૉલ્ટેજ ડ્રામા મચાવ્યો હતો. પોલીસે અનેક પ્રકારે યુક્તિ વાપરી આરોપીને પકડવાની કોશિશ કરી હતી. ભારે ડ્રામા બાદ આરોપી પોલીસના હાથમાં આવ્યો હતો જે આરોપીને પ્રથમ કારેલીબાગ પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હોવાની માહિતી છે સમગ્ર મામલે પોલીસ હવે કારેલીબાગ પોલીસ આરોપીને માંજલપુર પોલીસ મથકને સોંપશે તેવું જાણવા મળ્યું છે.
સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી પહેલા રાજકોટમાં AAP ની મુશ્કેલી વધી: 2 નેતાઓ સામે પોલીસ ફરિયાદ; જાણો શું છે વિવાદ?





