Home International Henley Passport Index 2025 Indian Passport Ranks Lower

2026 શરૂ થયા પહેલા જ ઘટી ભારતીય પાસપોર્ટની વેલ્યૂ! : સરકીને પહોંચી 85 માં સ્થાને, અમેરિકા પણ પાછું ધકેલાયું

2026 શરૂ થયા પહેલા જ ઘટી ભારતીય પાસપોર્ટની વેલ્યૂ!
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2025, 08:58 AM IST

Indian Passport Global Value: નવા વર્ષ પહેલા ભારતીય પાસપોર્ટને મોટો ઝટકો લાગ્યો છે. ગ્લોબલ રેન્કિંગમાં ભારતીય પાસપોર્ટ પાછો ધકેલાયો છે. પહેલા 80 માં ક્રમે હતો ત્યારે હવે 85 માં નંબર પર પહોંચી ગયો છે. ભારતની સાથે અમેરિકાને પણ ઝટકો લગ્યો છે. હેનલી પાસપોર્ટ ઇંડેક્સ 2025 એ નવું લિસ્ટ જાહેર કર્યુ છે. આ લિસ્ટ મુજબ અમેરિકન પાસપોર્ટને પણ ઝટકો લગ્યો છે. અમેરિકાનો પાસપોર્ટ 10 નંબરેથી પાછો પાડીને 12 નંબરે પહોંચી ગયો છે.

વિશ્વમાં ભારતીય પાસપોર્ટની સ્થિતિ નબળી પડી છે. ગત વર્ષે ભારત ગ્લોબલ રેન્કિંગ 80 માં સ્થાને હતો. પરંતુ આ વર્ષે 5 અંક પાછો પાડીને ભારતીય પાસપોર્ટ 85 માં નંબરે પહોંચી ગયો છે. જોકે, સિંગાપુરે આ વખતે પણ પોતાનું પહેલું સ્થાન જાળવી રાખ્યું છે. તમને જણાવી દઈએ કે, હેનલી પાસપોર્ટ ઇંડેક્સ 2025 ની લિસ્ટ આખા વિશ્વના તમામ દેશોના પાસપોર્ટની રેન્કિંગ લિસ્ટ જાહેર કરે છે.

ભારતીય પાસપોર્ટના રેન્કિંગમાં ઘટાડાને કારણે, ભારતીય નાગરિકો હવે વિશ્વના ફક્ત 56 થી 59 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. જ્યારે સિંગાપોરના નાગરિકો 193 દેશોમાં, દક્ષિણ કોરિયાના નાગરિકો 190 દેશોમાં, જાપાનના નાગરિકો 189 દેશોમાં અને જર્મની, ઇટાલી, સ્પેન અને સ્વિટ્ઝર્લૅન્ડના નાગરિકો 187 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now