હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, અમરેલી અને બોટાદ સહિત 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, મોન્સૂન ટ્રફ લાઈન અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી સ્થિતિ સક્રિય બની છે. દરિયાકાંઠા વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
અત્યાર સુધીમાં મોસમનો 53.39% સરેરાશ વરસાદ નોંધાયો
રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 53.39% થયો છે. કચ્છમાં સૌથી વધુ 63.35%, દક્ષિણ ગુજરાતમાં 56.32%, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 52%થી વધુ વરસાદ નોંધાયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 50.06% વરસાદ નોંધાયો છે.
141 તાલુકામાં 251થી 500 મિમિ વરસાદ
55 તાલુકામાં 501થી 1000 મિમિ
18 તાલુકામાં 1000 મિમિથી વધુ એટલે કે 40 ઇંચથી વધુ વરસાદ
રાજ્યના 207 જળાશયોમાં 59.03% પાણીનો જથ્થો
સારું વરસાદ થવાના કારણે 207 જળાશયોમાં સરેરાશ 59.03% પાણીનો જથ્થો નોંધાયો છે. ઝોન વાઈઝ ડેટા અનુસાર:
ઉત્તર ગુજરાત: 15 ડેમ – 54.66%
મધ્ય ગુજરાત: 17 ડેમ – 65.70%
દક્ષિણ ગુજરાત: 13 ડેમ – 59.11%
કચ્છ: 20 ડેમ – 56.24%
સૌરાષ્ટ્ર: 141 ડેમ – 64.52%
સરદાર સરોવર: 56.78%
મધ્ય ગુજરાતના 2, દક્ષિણ ગુજરાતના 5, કચ્છના 5, અને સૌરાષ્ટ્રના 16 ડેમ છલોછલ ભરાઈ ગયા છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં એક પણ ડેમ છલોછલ નથી.

_214e93b1-ce7b-484c-b95e-b94c5fd94bb2.jpg)




