ગુજરાતમાં મોન્સૂન ફરી એકવાર સક્રિય બન્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન વરસાદ વરસવાની શકયતા છે. ખાસ કરીને આગામી 48 કલાક ભારે વરસાદ માટે ગંભીર ચેતવણી રૂપ છે.
હવામાન વિભાગની આગાહી:
આગામી 2 દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા.
સૌરાષ્ટ્રમાં ભારે, જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શકયતા.
આજે મહીસાગર અને અરવલ્લી જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર.
સાબરકાંઠા અને અરવલ્લી માટે આગામી 2 દિવસ માટે ભારે વરસાદની ચેતવણી.
મોન્સૂન ટ્રફ રાજસ્થાન પર સક્રિય:
હવામાન વિભાગ અનુસાર હાલ રાજસ્થાન પર મોન્સૂન ટ્રફ સક્રિય છે. જેના અસરરૂપે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ વધુ જીવંત બન્યો છે.
અંબાલાલ પટેલની વિશેષ આગાહી:
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 48 કલાક રાજ્ય માટે અતિ મહત્વપૂર્ણ છે.
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આકાશી આફત ત્રાટકી શકે છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતા.
આગામી 7 દિવસ સુધી વરસાદ ચાલુ રહે તેવી શકયતા, 18 જુલાઈ સુધી ઉઘાડની શક્યતા ઓછી.
26 થી 30 જુલાઈ વચ્ચે નવી સિસ્ટમ સક્રિય થશે અને ફરી ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે.

_972a9065-387d-492c-9296-ff9392584afd.jpg)




