Home Gujarat Heavy Rain In Ahmedabad The Mercury Plummeted In May

અમદાવાદમાં ધોધમાર, શહેરીજનોને ગરમીથી રાહત : કયા જિલ્લામાં વરસાદથી કેટલુ નુકસાન, જાણો

અમદાવાદમાં ધોધમાર, શહેરીજનોને ગરમીથી રાહત
Published by: OBS Bureau
Last Updated: May 05, 2025, 05:54 PM IST

અમદાવાદમાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં ચોમાસાની જેમ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જોકે આ વરસાદ કમોસમી છે. આ વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે. પરંતુ શહેરીજનોને આ વરસાદથી ગરમીથી રાહત થઈ છે.

અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હાલ ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. અને જો આ પ્રમાણે વરસાદ યથાવાત રહેશે તો અમદાવાદમાં ભર ઉનાળે પાણી ભરાવાની પણ સમસ્યા ઉભી થઈ શકે છે. કારણ કે કમોસમીના કારણે પાલિકાએ પ્રિમોનસૂનની પણ કામગીરી નથી કરી.

આ સાથે જ વિવિધ જિલ્લાઓની વાત કરીએ આજે

ગાંધીનગર સહિત આજુબાજુના ગામડામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. બપોરની ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદ શરૂ થતાં ગરમીથી લોકોને રાહત મળી છે. આંધી સાથે ધૂળની ડમરીઓથી રસ્તા પર વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. વરસાદ શરૂ થતાં સરકારી કર્મચારીઓને વાહન ચલાવવામાં પણ તકલીફ પડી છે. સુરતમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે કાળા ડીબાંગ વાદળો ચડી આવ્યા હતા. ભારે પવનના કારણે વરાછા મેઇન રોડ પર ટોતિંગ વૃક્ષની ડાળી તૂટી પડી અને ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.


બાયડના ધારાસભ્ય ધવલ ઝાલાએ આજે સમૂહલગ્ન યોજ્યા હતા. જ્યા મંડપ તો ફાટી જ ગયો છે પણ તેની સાથેસાથે કંઇક LED તુટી પડ્યા છે અને ત્યા પહોંચેલા મુખ્યમંત્રીને હવે સર્કિટ હાઉસમા બેસવુ પડ્યુ છે




બોટાદ શહેરનાં ભાવનગર રોડપર ગેટ ધરાશાયી થયો હતો. બોટાદ શહેરમાં જોરદાર પવન અને કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જોરદાર પવનના કારણે શહેરનાં ભાવનગર રોડપર ગેટ ધરાશાયી થયો હતો. ગેટ ધરાશાયી થતાં થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો. ગેટ ધરાશાયી થયો તે સમયે કોઈ વાહન ન હોવાથી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ગેટ ધરાશાયી થતો વિડ્યો કોઈએ મોબાઈલમાં ઉતાર્યો અને વાઈરલ કર્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now