Home Gujarat Heavy Rain Forecast In Gujarat From Today To August 20

આજથી 20 ઑગસ્ટ સુધી ગુજરાતમાં અતિભારેની આગાહી : હવામાન વિભાગનું ઑરેન્જ એલર્ટ

આજથી 20 ઑગસ્ટ સુધી ગુજરાતમાં અતિભારેની આગાહી
Published by: OBS Bureau
Last Updated: Aug 18, 2025, 03:19 AM IST

ગુજરાતમાં હવામાન વિભાગે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અતિભારે વરસાદની આગાહી ધરાવતા જિલ્લાઓ

  • દક્ષિણ ગુજરાત: ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ

  • કેન્દ્રશાસિત પ્રદેશ: દાદરા નગર હવેલી

ભારે વરસાદની આગાહી ધરાવતા જિલ્લાઓ

  • સૌરાષ્ટ્ર: પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ

  • ઉત્તર ગુજરાત: સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી

  • મધ્ય ગુજરાત: વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ

  • કચ્છ અને દીવ

ખેડૂતોમાં ખુશીની લહેર

સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ખાબકતાં મગફળી અને કપાસ સહિતના પાકને જીવનદાન મળ્યું છે. નદીઓમાં નવા નીરની આવક થવા પામી છે. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ડેમોની હાલત

ગુજરાતમાં સિઝનનો કુલ 65% વરસાદ નોંધાયો છે.

  • દક્ષિણ ગુજરાતમાં 70.11%

  • મધ્ય ગુજરાતમાં 67.46%

  • ઉત્તર ગુજરાતમાં 66.89%

  • કચ્છમાં 65.46%

  • સૌરાષ્ટ્રમાં 58.32% વરસાદ નોંધાયો છે.

રાજ્યના 207 ડેમમાં કુલ 72.13% પાણીનો જથ્થો છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં 74.94% પાણીનો ભરાવ નોંધાયો છે.

એલર્ટ જાહેર

હવામાન વિભાગે 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને 18 ઓગસ્ટે રાજ્યમાં અત્યંત ભારે વરસાદ થવાની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. જોકે 21 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી

આગામી છ દિવસ દરમિયાન ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

  • કોંકણ-ગોવા: 16 થી 18 ઓગસ્ટ દરમિયાન અતિભારે વરસાદ

  • મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો: 17-18 ઓગસ્ટે ભારે વરસાદ

  • ગુજરાત: 18 ઓગસ્ટે અત્યંત ભારે વરસાદ

  • મધ્ય ભારત: આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સંભાવના

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now