Home Gujarat Heavy Rain Alert In Gujarat Imd Issues Orange Alert For 23 Districts

આજે અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતનો વારો : અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

આજે અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતનો વારો
Published by: OBS Bureau
Last Updated: Aug 29, 2025, 03:51 AM IST

હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

23 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
રાજ્યના 23 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મોડીરાત્રે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ અને મેઘકહેરની શક્યતા છે. સાથે જ 41થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 31 ઑગસ્ટ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. ઉત્તર ગુજરાતમાં 2 થી 4 ઇંચ, જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. વધુમાં, 5 થી 10 સપ્ટેમ્બર વચ્ચે ફરી હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now