Home Gujarat Heatwave Forecast Again Amid Monsoon Conditions

માવઠાના માહોલ વચ્ચે ફરી હીટવેવની આગાહી : મે મહિનામાં ક્યારેક ગરમી, ક્યારે ઠંડી તો ક્યારેક ભેજ

માવઠાના માહોલ વચ્ચે ફરી હીટવેવની આગાહી
Published by: OBS Bureau
Last Updated: May 11, 2025, 06:09 AM IST

રાજ્યમાં મે માસની શરુઆતમાં જ અચાનક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર ગુજરાતમાં ગરમીની તીવ્રતા ઘટી છે. અરબી સમુદ્રમાં શરૂ થયેલી પૂર્વ મોનસૂન ગતિવિધિના પરિણામે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયુ માહોલ સર્જાયો છે. પરિણામે, ભયંકર ઉનાળાની વચ્ચે રાહતદાયક ઠંડક અનુભવાઈ રહી છે.

હવામાન વિભાગના તારણો અનુસાર, આ વર્ષે મેઇ માસમાં સામાન્ય કરતાં ઓછા માત્ર 8 દિવસ વધુ ગરમી અનુભવાશે. હાલના હવામાની ચાલને જોતા, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટાછવાયા માવઠાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

કયા વિસ્તારોમાં વધુ અસર?
માવઠાની સૌથી વધુ શક્યતા ઉત્તર ગુજરાતના મહેસાણા, હિંમતનગર અને સુરેન્દ્રનગરમાં, તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને દ્વારકા વિસ્તારમાં છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ વચ્ચે છૂટાછવાયા માવઠાની શક્યતા વ્યક્ત થઈ છે.

ગરમી 42 ડિગ્રી સુધી પહોંચશે
હવામાન વિભાગના અનુમાન મુજબ, 15થી 20 મેના સમયગાળા દરમિયાન તાપમાન સામાન્ય કરતાં 2થી 3 ડિગ્રી વધુ રહી શકે છે અને મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જોકે ત્યારપછી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે અને મહિના દરમિયાન ફરીથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે.

21થી 23 મે અને મહિનાના અંતે માવઠાની શક્યતા

આણંદ કૃષિ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, મેના બીજા ભાગમાં ખાસ કરીને 21થી 23 અને 31 મે આસપાસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. જોકે વાતાવરણ સતત બદલાતું હોવાથી આ આગાહી ઓછી વધુ થઈ શકે છે. જો પૂર્વ મોનસૂન પ્રવૃત્તિમાં અવરોધ આવે તો વરસાદ ટળી પણ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now