Home Gujarat Healthy Gujarat Obesity Free Gujarat

"સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત" : ઓછામાં ઓછા 30 મિનિટ કસરત કરવાથી મેદસ્વિતા થાય છે દૂર

"સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત"
Published by: OBS Bureau
Last Updated: Aug 29, 2025, 10:29 AM IST

આધુનિક યુગમાં મેદસ્વિતા માત્ર એક દેખાવનો પ્રશ્ન નથી, પરંતુ એ આરોગ્ય માટેનું ગંભીર જોખમ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ, મેદસ્વિતાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે અને તે હાર્ટ ડિઝીઝ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સાંધાના રોગો અને કેટલીક પ્રકારની કેન્સર જેવી ગંભીર બીમારીઓનું મુખ્ય કારણ બની રહ્યું છે.

"સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત"

મેદસ્વિતાના અનેક કારણોમાંથી એક મોટું કારણ છે, લાંબા સમય સુધી બેસીને રહેવાની ટેવ. ઓફિસ વર્ક, કમ્પ્યુટર સામે લાંબા કલાકો સુધી કામ, મોબાઇલ અને ટીવી સામે બેસીને સમય પસાર કરવો. આવી જીવનશૈલીમાં શરીર લાંબા સમય સુધી સ્થિર રહે છે, મસલ્સનો ઉપયોગ ઓછો થાય છે અને કેલરી બર્ન થવાની ગતિ ઘટી જાય છે. ધીમે ધીમે ચરબી શરીરમાં સંગ્રહ થવા લાગે છે અને વજન વધી જાય છે.

વ્યક્તિગત જવાબદારી

દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ કસરત, યોગા કે ચાલવાની ટેવ રાખવી.

તળેલું, ચરબીયુક્ત અને ફાસ્ટફૂડને બદલે પૌષ્ટિક આહાર લેવો.

મોબાઇલ અને ટીવીમાં સમય બગાડવાને બદલે રમત-ગમતમાં ભાગ લેવો.

પાણી પૂરતું પીવું અને ઊંઘ પૂરતી લેવી

સામાજિક જવાબદારી

શાળાઓ અને કોલેજોમાં "હેલ્થી ફૂડ" અંગે જાગૃતિ કાર્યક્રમો યોજવા.

ગામ અને શહેરમાં "ફિટનેસ કેમ્પ" તથા "હેલ્થ ચેક-અપ કેમ્પ" યોજવા.

સ્વયંસેવક સંસ્થાઓ, યુવા મંડળો અને મહિલા મંડળો દ્વારા આરોગ્ય અભિયાન ચલાવવું.

સ્વસ્થ નાગરિકો જ સ્વસ્થ રાજ્યનું નિર્માણ કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now