UPSCનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં આ વખતે ગુજરાતે રીતસરનો ડંકો વગાડ્યો છે. ટોપ-30માં 3 ગુજરાતી વિદ્યાર્થીઓને સ્થાન મળતાં લોકોમાં ખુશીની લાગણી છે. પરંતુ જો ઓવરઓલ પરિણામ પર નજર કરીએ તો ગુજરાતના કુલ 26 ઉમેદવારોએ બાજી મારી છે. જેમાં ખાસ કરીને અમદાવાદના એક પોલીસ કૉન્સ્ટેબલના પુત્રને 473મો રેન્ક મેળવીને અંશુલ યાદવે UPSCની પરીક્ષા ક્લિયર કરી છે.
હેડ કોન્સ્ટેબલના પુત્રએ ક્લિયર કરી UPSCની પરીક્ષા
UPSCમાં ગુજરાતનાં કુલ 26 ઉમેદવારો પાસ થયા છે. જેમાં અમદવાદના હેડ કોન્સ્ટેબલના પુત્ર અંશુલ યાદવે UPSC ક્લિયર કરતા પરિવારમાં ખુશી સમાતી નહોતી. આપને જણાવી દઈએ કે અમદાવાદમાં મેઘાણીનગરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે અંશુલના પિતા સુભાષભાઈ યાદવ ફરજ બજાવે છે. અંશુલ યાદવે 473 રેન્ક સાથે UPSCની પરીક્ષા ક્લિયર કરી છે. અંશુલ યાદવ પાસ થતાં અમદાલાદ શહેર પોલીસ માટે પણ ગર્વની વાત છે.
ત્રણ ઉમેદવારો ટોપ-30માં
UPSC પરીક્ષાના ફાઈનલ પરિણામમાં પાસ થનારા કુલ 2845 ઉમેદવારોને ઈન્ટરવ્યૂ માટે બોલાવામાં આવ્યા હતા. જે પછી 22 એપ્રિલના રોજ upsc.gov.in વેબસાઈટ પર 1009 પસંદ કરેલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી. આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ટોપ 30 ઉમેદવારોમાં ગુજરાતના ત્રણ ઉમેદવારો છે. જેમાં હર્ષિતા ગોયલે દેશમાં બીજા ક્રમાંકે સ્થાન મેળવ્યું છે જ્યારે માર્ગી શાહ ચોથા ક્રમાકે અને સ્મિત પંચાલ ત્રીસમાં સ્થાને આવ્યા છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ






