Home Gujarat Head Constable Of Crime Branch Attacked In Ahmedabad

અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચનું એન્કાઉન્ટર : કોન્સ્ટેબલ પર હુમલો કરી દુષ્કર્મીની ભાગવાની કોશિશ, ક્રાઈમ બ્રાન્ચના PI ઘાસુરાએ પગમાં ઠોકી દીધી ગોળી

અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચનું એન્કાઉન્ટર
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Dec 08, 2025, 02:52 PM IST

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ રાઠોડ પર દુષ્કર્મના આરોપી મોઇનુદ્દીને હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. દુષ્કર્મના એક ગંભીર ગુનાના આરોપી મોઇનુદ્દીન ગુનાના રિકંસ્ટ્રક્શન માટે લઈ જતી વખતે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. આરોપી પોલીસની પકડમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે દરમિયાન તેણે હેડ કોન્સ્ટેબલ ભરત રાઠોડ પર હુમલો કર્યો હતો, જેના કારણે પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. આ ઘટનાથી સ્થળ પર હાજર અન્ય પોલીસકર્મીઓમાં તાત્કાલિક દોડધામ મચી ગઈ હતી.

PI આરોપી પર ફાયરિંગ કર્યું

દુષ્કર્મનો આરોપી મોઇનુદ્દીન ભાગી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પીઆઈ (પોલીસ ઈન્સ્પેક્ટર) ઇમરાન ઘાસુરાએ સમયસૂચકતા વાપરીને આરોપી પર ફાયરિંગ કર્યું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલા આ ફાયરિંગમાં એક ગોળી આરોપી મોઇનુદ્દીનના પગમાં વાગી હતી, જેના કારણે તે સ્થળ પર જ તે ઘાયલ થયો હતો ત્યારે તેને દબોચી લેવામાં આવ્યો હતો.

આરોપી અને ઈજાગ્રસ્ત પોલીસ કર્મી હોસ્પિટલમાં દાખલ

હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા બહાદુર પોલીસ કર્મી ભરતભાઈ રાઠોડ અને ગોળી વાગવાથી ઘાયલ થયેલા આરોપી મોઇનુદ્દીન બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, બંનેની સ્થિતિ સુધારા પર છે અને ખતરાથી બહાર છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપી સામે ભાગી જવાનો પ્રયાસ અને સરકારી કર્મચારી પર હુમલો કરવા બદલ વધારાના ગુનાઓ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને પગલે શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે.

ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલની JCP,DCP એ મુલાકાત લીધી

કુખ્યાત આરોપીના હુમલાનો ભોગ બનેલ પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ રાઠોડને તાત્કલિક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ક્રાઈમ બ્રાંચનો અન્ય સ્ટાફ પણ દોડી ગયો હતો,ઉચ્ચ અધિકારીઓ એ પણ ભારત રાઠોડના ખબર અંતર પૂછ્યા હતા, ક્રાઇમ બ્રાંચના સંયુક્ત પોલીસ કમિશ્નર શરદ સિંઘલ અને નાયબ પોલીસ કમિશ્નર અજીત રાજીયને ભારત રાઠોડની મુલાકાત લઇ સ્વાસ્થ્ય ની જાણકારી મેળવી હતી

મોઈનુદ્દીન પર શું છે આરોપ?

પોલીસ પર હુમલો કરનાર મોઈનુદ્દીન ખતરનાક ગુનાહિત માનસિકતા ધરાવે છે.દાણીલીમડામાં એક માનસિક રીતે અસ્થિર યુવતીને ખાંસી હતી તે દવા લેવા જઈ રહી હતી ત્યારે મોઈનુદ્દીને તેને દવા અપાવવા લઇ જવાનું કહી પોતાના વાહન પર બેસાડી એક મેદાનમાં લઇ ગયો હતો અને ત્યાં આ વિકૃતે તેની હવસ સંતોષી હતી..ઘરે પહોંચેલી માનસિક અસ્થિર યુવતીની હાલત અસ્વસ્થ જણાતા તેની માતાએ દીકરીની પૂછપરછ કરતા તેની સાથે બનેલ બીનાની કેફિયત રજુ કરી હતી.અને બાદમાં દાણીલીમડા પોલીસ મથકે આ અંગે ગુનો દાખલ થયો હતો.

ઘટના ની ગંભીરતા જોતા પોલીસ કમિશ્નર જી એસ માલિકે આ મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી હતી ક્રાઈમ બ્રાન્ચે સંખ્યાબંધ સીસીટીવી ફૂટેજની ચકાસણી કર્યા બાદ આરોપી મોઈનુંદ્દીનનું પગેરું મેળવ્યું હતું અને 4 ડિસેમ્બરે તેને ઝડપી પાડ્યો હતો,કોર્ટમાં રજુ કરી 12મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.

મોઈનુદ્દીન વિરુદ્ધ 18 ગુનાઓ

મોઈનુંદ્દીનનો ગુનાહિત ભૂતકાળ છે.તેની વિરુદ્ધ વિરુદ્ધ 18 જેટલા ગુના નોંધાયેલા છે.પાસા ધારા હેઠળ 4 વખત જેલ જઈ આવ્યો છે,પશુ તસ્કરીના પણ કેસો તેની વિરુદ્ધ નોંધાયેલ છે.

DCP અજીત રાજીયનું નિવેદન

DCP અજીત રાજીયને જણાવ્યું હતું કે, 'ઘટના સ્થળે આરોપીને લઈને જવામાં આવ્યો ત્યારે આરોપીએ પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી તે દરમિયાન પીઆઇ ઘસુરાની રિવોલ્વર છીનવી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. આરોપીએ કાચના ટુકડા વડે હેડ કોન્સ્ટેબલ ભરત રાઠોડ પર કાચના ટુકડા વડે હુમલો કર્યો હતો. ભરત રાઠોડ અને આરોપી બંને સારવાર હેઠળ છે. આરોપી વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાશે' વધુમાં કહ્યું કે, 'આરોપી પર 16થી વધુ ગુના નોઁધાયેલા છે અને બે વાર પાસા અને તડીપારનો પણ ગુનો છે'

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

₹500 કરોડનું સેટેલાઇટ પ્લાન્ટ, લોન્ચપેડ સ્થાપવાની તૈયારી: ગુજરાત સ્પેસ સેક્ટરમાં મોટું પગલું

₹500 કરોડનું સેટેલાઇટ પ્લાન્ટ, લોન્ચપેડ સ્થાપવાની તૈયારી

ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી સુરતીઓને મળશે મુક્તિ!: 30 મહિનાની લાંબી રાહ જોયા બાદ શહેરનો આ બ્રિજ હવે અંતિમ ચરણમાં!

ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી સુરતીઓને મળશે મુક્તિ!

વડોદરાવાસીઓ માટે ખાસ સૂચના!: ગાયત્રી ગેસના ગ્રાહકોએ હવે ગોડાઉન પર ધક્કા ખાવા નહીં પડે, ઘરે બેઠા મળશે ડિલિવરી

વડોદરાવાસીઓ માટે ખાસ સૂચના!

સરકાર અને પ્રજા વચ્ચે અતૂટ વિશ્વાસનો સેતુ એટલે માહિતી વિભાગ: ડિજિટલ અને પરંપરાગત માધ્યમોના સમન્વયથી ગુજરાતના વિકાસને નવી ઊંચાઈ મળશે!

સરકાર અને પ્રજા વચ્ચે અતૂટ વિશ્વાસનો સેતુ એટલે માહિતી વિભાગ

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:: ગુજરાત બન્યું ‘ગ્રીન એન્ડ વાઈલ્ડ’, સિંહોની સંખ્યા 891 પર પહોંચી, રતનમહાલમાં વાઘનું આગમન

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!: ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી: વડોદરા ગેસ લિમિટેડના એડમિન જીગ્નેશ ગોહિલનું નિવેદન

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?: સુરત-રાજકોટમાં હાઈકોર્ટ બેંચ માટે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ગૃહમાં રજૂઆત

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ: વેરો ન ભરનારાઓના નળ કનેક્શન કપાતા મિલકતધારકોમાં ફફડાટ

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ: ઘરના ચૂલા ઠર્યા, શ્રમિકોનું વતન તરફ સામૂહિક પલાયન

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી: મધુનગર-માંજલપુરમાં યુવકને મરાયો ઢોર માર, મહિલા બચાવવા આજીજી કરતી રહી, આજવા રોડ પર કાર પલટી

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ: રેસ્ક્યુ બાદ વિદ્યાર્થીઓએ લીધો રાહતનો શ્વાસ

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો: LRD જવાન સહિત બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત: ક્લાયમેટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ; 'ક્લાયમેટ એક્શન ટ્રેકર' લૉન્ચ કરનાર દેશનું પ્રથમ રાજ્ય

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો: વેરાવળ સેશન કોર્ટ દ્વારા 5 આરોપી દોષિત

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો

હિંમતનગર નકલી પોલીસ કાંડ: અફીણના બહાને બોલાવી 8 લાખ પડાવ્યા, બે આરોપીઓ જેલના સળિયા પાછળ

હિંમતનગર નકલી પોલીસ કાંડ

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત: 'શિવાલિક' અને 'નંદા દેવી' LPG સાથે મુંદ્રા પોર્ટ પર પહોંચશે

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત

ગુજરાત બજેટ 2026-27: રેશનકાર્ડ ધારકો માટે 'ગ્રેઇન ATM' અને 'ડિજિટલ કૂપન'; જાણો અન્ન પુરવઠા વિભાગની મોટી જાહેરાતો

ગુજરાત બજેટ 2026-27

આસ્થા સાથે સુરક્ષા!: નર્મદા પરિક્રમા માટે રાજ્ય સરકારની મહા-તૈયારી! રૂ. 10 કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓને પૂરી પાડશે અનેક સુવિધાઓ

આસ્થા સાથે સુરક્ષા!

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!: PNG અને LPG ગેસની અછતને લઈને ગુજરાત સરકારે કરી ખાસ વ્યવસ્થા

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!
Play Video

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર: અમદાવાદ અને સુરત માટે અપાયો 34 અત્યાધુનિક ટ્રેનસેટ્સનો ઓર્ડર, જાણો શું છે ખાસિયતો

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર