Home Business Has The Government Increased The Retirement Age Pib Revealed Thetruth Of The Viral Claim

શું સરકારે વધારી દીધી છે નિવૃત્તિ વય? : PIB એ જણાવી વાયરલ દાવાની સચ્ચાઈ

શું સરકારે વધારી દીધી છે નિવૃત્તિ વય?
Published by: OBS Bureau
Last Updated: May 27, 2025, 03:01 PM IST

સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના દાવા વાયરલ થતા રહે છે. ક્યાંક નવી નોકરીઓ અંગે દાવા કરવામાં આવે છે, તો ક્યાંક સરકારી યોજનાઓ અંગે. આમાંના ઘણા દાવા ખોટા હોય છે, જ્યારે કેટલાક સાચા પણ નીકળે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક પોસ્ટ અને સંદેશ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓની નિવૃત્તિ વય વધારી દીધી છે.

શું છે વાયરલ દાવો ?
વાયરલ સમાચારમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકારે કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય 60થી વધારીને 62 વર્ષ કરી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આનાથી લાખો કર્મચારીઓને ફાયદો થશે, કારણ કે તેઓ બે વર્ષ વધુ કામ કરી શકશે. સમાચારમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય 1 એપ્રિલ,2025થી અમલમાં આવ્યો છે અને તે તારીખ પછી નિવૃત્ત થનારા તમામ કર્મચારીઓને તેનો લાભ મળશે.

PIB ફેક્ટ ચેકે શું કહ્યું?

જોકે, જ્યારે PIB ફેક્ટ ચેકે આ વાયરલ દાવાની તપાસ કરી, ત્યારે એક ચોંકાવનારી હકીકત સામે આવી. તપાસમાં આ દાવો સંપૂર્ણપણે ખોટો હોવાનું જાણવા મળ્યું. PIB એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારત સરકારે કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વયમાં કોઈ ફેરફાર કર્યો નથી. નિવૃત્તિ વય હજુ પણ 60 વર્ષ છે.



ભ્રામક સમાચારોથી સાવધ રહો

PIB એ પણ સલાહ આપી છે કે આવા ભ્રામક અને ખોટા સમાચાર પર વિશ્વાસ ન કરો. સત્યતા તપાસ્યા વિના સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારના સમાચાર શેર ના કરો.

PIBની તપાસમાં બહાર આવ્યું છે કે કેન્દ્ર સરકારે કર્મચારીઓની નિવૃત્તિ વય 60થી વધારીને 62 વર્ષ કરી છે તેવા સોશિયલ મીડિયા પર ફેલાતા સમાચાર સંપૂર્ણપણે ખોટા અને વાહિયાત છે. સરકારે આ સંદર્ભમાં કોઈ નિર્ણય લીધો નથી. PIB ફેક્ટ ચેકે આ દાવાને ફગાવી દીધો છે અને જનતાને આવી અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now