Home Gujarat Has Dhandhuka Limbdi Highway Become An Accident Zone

ધંધુકા-લીંબડી હાઈવે બન્યો અકસ્માત ઝોન? : ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે યુવકનું મોત

ધંધુકા-લીંબડી હાઈવે બન્યો અકસ્માત ઝોન?
Published by: OBS Bureau
Last Updated: Jul 10, 2025, 08:00 AM IST

ધંધુકા-લીંબડી હાઈવે પર ફરી ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. જ્યારે એક મહિલા ઘાયલ થતા સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે. આ અકસ્માત વહેલી સવારે અમદાવાદ જિલ્લાના ધંધુકા-લીંબડી હાઈવે પર આવેલી CNG પંપ સામે થયો હતો. મળતી માહિતી અનુસાર યુવક અને યુવતી એક્ટીવા સ્કૂટર પર સવાર હતા.

એકનું ઘટનાસ્થળે મોત

પ્રાથમિક માહિતી અનુસાર સ્કૂટર મહિલા ચલાવી રહી હતી અને પાછળ બેઠેલો આશરે 17-18 વર્ષની વયનો હતો. અકસ્માત એટલો ગંભીર હતી કે, યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું. જ્યારે સ્કૂટર ચલાવતી મહિલા હાલ સારવાર હેઠળ છે. ધંધુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે. અકસ્માતના ચોક્કસ કારણો તપાસવા પોલીસે તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now