ગૃહમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે મોડી રાતે રાજકોટ આવી પહોંચ્યા હતાં અને સર્કીટ હાઉસમાં રાત્રી રોકાણ કર્યું હતું. આજે વ્હેલી સવારથી જ એડવોકેટ સાથે ચર્ચા કર્યા બાદ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને બાદ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સાથે રેન્જ સાયબર પોલીસ મથક અને ગ્રામ્ય પોલીસ લાઈનનું અનાવરણ કરી ડિજિટલ અરેસ્ટ અંગે જાગૃત રહેવાં લોકોને અપીલ કરી હતી.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સાયબર પોલીસ મથકમાં એક ડીવાયએસપીની પોસ્ટ ઉભી કરવામાં આવી છે અને પીઆઇ સહિતની પોલીસ ટીમ સામાજિક સંસ્થા, શાળાઓમાં જઈ સાયબર અવેરનેસનું પણ કામ કરશે. ઉપરાંત જણાવ્યું કે, ડિજિટલ અરેસ્ટ જેવો શબ્દ કાયદામાં છે જ નહી જેથી લોકોએ તેમનાથી ડરવું જોઈએ નહીં અને નિડરતાથી પોલીસ મથકે પહોંચવું જોઈએ.
હર્ષ સંઘવીએ એડવોકેટ સાથે લાંબી ચર્ચા કરી હતી. જેમાં રાજનેતાઓ અને પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં અને ખાસ એડવોકેટના પ્રશ્નો સાંભળી તેમના નિરાકરણ માટે બાહેંધરી આપી હતી. જે બાદ તેઓને શહેર પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખુલ્લુ મુકયું
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ તથા રામનાથપરા રાજકોટ, આટકોટ, વિંછીયા ખાતે રૂ. 441.28 લાખના ખર્ચે નિર્મિત રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખુલ્લુ મુકયું






