Home Gujarat Harsh Sanghvi Gave Good News After Taking Charge Of Dycm

હર્ષ સંઘવીએ DyCMનો ચાર્જ લેતાની સાથે આપ્યા ગુડ ન્યૂઝ! : ST વિભાગના તમામ કર્મચારીઓને 'તહેવાર પેશગી એડવાન્સ'માં કર્યો ડબલ વધારો

હર્ષ સંઘવીએ DyCMનો ચાર્જ લેતાની સાથે આપ્યા ગુડ ન્યૂઝ!
Published by: OBS Bureau
Last Updated: Oct 18, 2025, 02:15 PM IST

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પદભાર સંભાળતાની સાથે જ તેમના હસ્તકના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. આ પૈકી, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે નિગમના 36,000 થી વધુ કર્મશીલ કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયો રાજ્યના નાગરિકોને સમયસર અને સુદ્રઢ પરિવહન વ્યવસ્થા પૂરી પાડવા રાત-દિવસ કાર્ય કરતા GSRTC કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે લેવામાં આવ્યા છે.

'તહેવાર પેશગી એડવાન્સ'ની રકમમાં વધારો

ફિક્સ પગારના કર્મચારીઓને બદલે તમામ કર્મચારીઓને હવે 'તહેવાર પેશગી એડવાન્સ'ની રકમ અપાશે, રકમમાં પણ બમણો વધારો. નિગમના તમામ કર્મચારીઓને હવે ₹10,000 'તહેવાર પેશગી એડવાન્સ' તરીકે આપવામાં આવશે. અગાઉ માત્ર ફિક્સ પગારના કર્મચારીઓને ₹5,000 સુધી આ પેશગી મળતી હતી. નાયબ મુખ્યમંત્રીએ પ્રથમ બેઠકમાં જ આ પેશગીની રકમમાં બમણો વધારો કરીને તમામ કર્મચારીઓને આ લાભ આપવાનો નિર્ણય લીધો છે.

સ્વચ્છતા અને જળ બચાવો સ્પેશ્યલ ડ્રાઇવ

તારીખ 26મીથી 30મી ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા અને જળ બચાવો ઝુંબેશ અંતર્ગત રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ તેમજ તમામ એસ.ટી બસ સ્ટેશનમાં ખાસ ડ્રાઈવ યોજવાનો નિર્ણય લેવાયો છે. આ ડ્રાઈવમાં લીકેજ નળની મરામતની કામગીરી ઝુંબેશરૂપે શરૂ કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ