Home Gujarat Hardik Patel Welcomes Pm Narendra Modi In Hansalpur

PM નરેન્દ્ર મોદીનું હાર્દિક પટેલે કર્યું સ્વાગત : તર્ક-વિતર્ક તેજ, ચાન્સ મળશે!, સમજો સમીકરણો

PM નરેન્દ્ર મોદીનું હાર્દિક પટેલે કર્યું સ્વાગત
Published by: OBS Bureau
Last Updated: Aug 26, 2025, 10:40 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા, જેમણે રાજ્યને વિવિધ વિકાસકાર્યોની ભેટ પણ આપી હતી તેમજ હાંસલપુર ખાતે મારુતિ સુઝુકી કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર 'Maruti e Vitara'ને લોન્ચિગ કરી હતી. સાથો સાથ હાઈબ્રિડ બેટરી ઈલેક્ટ્રોડ્સ પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. જો કે, આ બધાની વચ્ચે નવા પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા રાજકીય ગલિયારીઓમાં પણ તેજ થઈ છે. જો કે, આ તરફ PMના સ્વાગત કરતા ધારાસભ્ય હાર્દિક પટેલના ફોટા પણ સામે આવતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે.

PM મોદીનું હાર્દિક પટેલે કર્યું સ્વાગત

પ્રાધનમંત્રી ગુજરાતમાં આવે છે ત્યારે કેબિનેટ મંત્રીઓ તેમજ પ્રદેશ અને જિલ્લા પ્રમુખ તેમનું સ્વાગત કરતા હોય છે, પરંતુ આ વખતે મારુતિ સુઝુકી કંપનીના કાર્યક્રમ માટે PM જ્યારે હાંસલપુર પહોંચ્યા ત્યારે હાર્દિક પેટેલે તેમનું સ્વાગત કરતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.

મંત્રી મંડળમાં હાર્દિકને મળશે સ્થાન?

PM મોદી સાથે હાર્દિક પટેલનો સ્વાગતના સ્વરૂપમાં ભેટો થયો હતો. જે બાદ રાજકારણમાં ખળભળાટ પણ મચ્યો છે. જો કે, આંદોલનથી ચર્ચામાં આવેલા ત્રણ નેતાઓમાં બે તો ભાજપમાં ભળી ગયા છે. એક હજુ અડીખમ બનીને કોંગ્રેસમાં જિગ્નેશ મેવાણી છે. ભાજપમાં ભળેલા અલ્પેશ ઠાકોરને લીલી પેનથી સહીં કરવાના સપનાઓ હજુ સુધી પણ સપના છે. તો બીજી તરફ હાર્દિક પટેલ પણ ધારાસભ્ય બન્યા બાદ હજુ મંત્રીમંડળ માટે બગાસા જ ખાઈ રહ્યાં છે. જો કે, રાજકીય સૂત્રોનું માનીએ તો આ વખતે મંત્રી મંડળમાં હાર્દિકને નાનું મોટું પદ મળી શકે છે''.


હાર્દિક પટેલે ટ્વીટ કરી શું લખ્યું?

હાર્દિક પટેલે ફોટા શેર કરી લખ્યું છે કે, ''મોદી સાહેબનું સ્વાગત છે, આજે, મેં વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વાગત કર્યું, જેઓએ વિરમગામ વિધાનસભા મતવિસ્તારના માડલના હાંસલપુર ખાતે સ્થિત મારુતિ સુઝુકીના TDS લિથિયમ-આયન બેટરી પ્લાન્ટમાં હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનું ઉદ્ઘાટન કર્યું હતું''.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now