Home Gujarat Har Ghar Tiranga Abhiyan Bjp National Co Convenor And Mp Vd Sharma

'હર ઘર તિરંગા અભિયાન દરેક ઘર સુધી પહોંચશે' : તિરંગા યાત્રાના રાષ્ટ્રીય સહ-સંયોજક વી ડી શર્મા શુ કહ્યું?

'હર ઘર તિરંગા અભિયાન દરેક ઘર સુધી પહોંચશે'
Published by: OBS Bureau
Last Updated: Aug 08, 2025, 01:11 PM IST

Har Ghar Tiranga Abhiyan: ગાંધીનગરમાં ભાજપના તિરંગા યાત્રાના રાષ્ટ્રીય સહ-સંયોજક અને સાંસદ વી ડી શર્માએ ગુજરાત ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમા હર ઘર તિરંગાનું અભિયાન દરેક ઘર સુધી પહોંચડવા અંગે આયોજન કરવામાં આવ્યું છે.


''51 હજાર બુથ પર હર ઘર તિરંગા અભિયાન''

વી ડી શર્માએ કહ્યું કે, ''ગુજરાતમાં તમામ જિલ્લા 580 મંડળ અને 51 હજાર બુથ છે, જે તમામ જગ્યા પર હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા માટે તૈયારી કરવામાં આવી છે. સમાજના તમામ વર્ગના લોકોને જોડવાનું કામ પણ થશે. ઓપરેશન સિંદૂરની વ્યાપક સફળતા અને દેશમાં 2014 બાદ ભારતનાં ગવર્નન્સની દિશા પીએમ મોદીએ બદલી છે''.


''જે શહીદ થયા છે તેમના સ્થાનો પર સ્વચ્છતા અભિયાન...''

વધુમાં કહ્યું કે, ''પાકિસ્તાનનાં આતંકી ઠેકાણા નાબૂદ કરવામાં આવ્યા છે, ઓપરેશન સિંદૂર પછી લોકોમાં જે ઉત્સાહ છે, તેને જમીન પર લાવવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવશે. જે શહીદ થયા છે તેમના સ્થાનો પર સ્વચ્છતા અભિયાન અને ફૂલહાર અર્પણ કાર્યક્રમ થશે તેમજ બોર્ડર એરિયામાં જે સેનાની ચોકી છે, ત્યાં તેમના સન્માન માટે અમારા કાર્યકર્તા તેમને સન્માનિત કરશે. 14 ઓગસ્ટ ભારત વિભાજન વિભીષિકાનું આયોજન કરવામાં આવશે''.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now