Home International Hantavirus Outbreak Mv Hondius Cruise Who Alert Gujarati

સમુદ્ર વચ્ચે લક્ઝરી ક્રુઝ પર હંટાવાયરસનો પ્રકોપ : બે ભારતીય ક્રૂ સભ્યો પણ ફસાયા, WHO નું ગ્લોબલ એલર્ટ!

Hantavirus
Image Credit: Google
Published by: Aryan Shah
Last Updated: May 08, 2026, 10:22 AM IST

Hantavirus : એટલાન્ટિક મહાસાગરની મધ્યમાં સફર કરી રહેલા એક લક્ઝરી ક્રુઝ જહાજમાં જીવલેણ હંટાવાયરસના કેસ સામે આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. આ જહાજ પર બે ભારતીય ક્રૂ સભ્યો સહિત અનેક દેશોના મુસાફરો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ આ ઘટનાને લઈને તાત્કાલિક એલર્ટ જાહેર કર્યું છે, કારણ કે આ વાયરસના કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

જહાજની મુસાફરી અને મુસાફરોની વિગત

આ ઘટના 'ઓશનવાઇડ એક્સપિડિશન્સ' કંપનીના 'એમવી હોન્ડિયસ' (MV Hondius) નામના જહાજ પર બની છે. આ લક્ઝરી ક્રુઝ 1 એપ્રિલે આર્જેન્ટિનાના ઉશુઆયાથી તેની મનમોહક સફર પર નીકળ્યું હતું. શરૂઆતમાં તેમાં 28 અલગ-અલગ દેશોના 150 જેટલા મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર હતા. આ જહાજ 10 મેના રોજ સ્પેનના કેનેરી આઇલેન્ડ પહોંચવાનું હતું. જોકે, મુસાફરી દરમિયાન જ કેપ વર્ડે ટાપુ પાસે વાયરસનો પ્રકોપ જોવા મળતા જહાજની મુસાફરી અટકી પડી છે.

સુપરસ્ટાર વિજયના સમર્થકો માટે સૌથી મોટા સમાચાર: 32 વર્ષ જૂનો કોર્ટનો નિર્ણય ખોલી શકે છે થલપતિના સિંહાસનનો રસ્તો

ભારતીય ક્રૂ સભ્યો અને આંતરરાષ્ટ્રીય મુસાફરો

આ જહાજ પર રહેલા લોકોમાં 38 ફિલિપાઇન્સના, 31 બ્રિટનના, 23 અમેરિકાના અને અન્ય યુરોપિયન દેશોના નાગરિકો છે. ચિંતાની વાત એ છે કે, આ જહાજ પર બે ભારતીય ક્રૂ સભ્યો પણ ફરજ બજાવી રહ્યા છે. જોકે, 24 એપ્રિલે જ્યારે જહાજ સેન્ટ હેલેના આઇલેન્ડ પર રોકાયું હતું, ત્યારે ડઝનબંધ લોકો ત્યાં ઉતરી ગયા હતા, પરંતુ બાકીના મુસાફરો હજુ પણ જહાજ પર જ છે અને સ્વાસ્થ્ય અધિકારીઓની દેખરેખ હેઠળ છે.

દુનિયા પર નવો સ્વાસ્થ્ય ખતરો: ક્રૂઝ શિપ પર 29 મુસાફરો હન્ટાવાયરસની ઝપેટમાં

મૃત્યુ અને સંક્રમણના કેસ

વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ, જહાજ પર અત્યાર સુધીમાં હંટાવાયરસના 8 શંકાસ્પદ કેસ મળી આવ્યા હતા, જેમાંથી 5 કેસમાં વાયરસની પુષ્ટિ થઈ છે. આ સંક્રમણ એટલું ઘાતક સાબિત થયું કે 3 લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં એક 69 વર્ષીય ડચ મહિલા, તેમના પતિ અને એક જર્મન મહિલાનો સમાવેશ થાય છે. આ ઘટનાએ જહાજ પર સવાર અન્ય મુસાફરોમાં ભારે ડરનો માહોલ પેદા કર્યો છે.

ઘરમાં ઉંદર હોય તો ચેતી જજો! ફેલાઈ રહ્યો છે Hantavirus નો ખૌફ: શું છે તેના લક્ષણો? જાણો કેવી રીતે ફેલાય છે આ ખતરનાક વાયરસ

માનવથી માનવ સંક્રમણનો પ્રથમ કિસ્સો?

સામાન્ય રીતે હંટાવાયરસ ઉંદરો અને ખિસકોલી જેવા જીવોના મલમૂત્ર કે લાળના સંપર્કમાં આવવાથી ફેલાય છે. પરંતુ આ વખતે WHO એ એક ચોંકાવનારી વિગત આપી છે. સંસ્થાના રોગચાળાના નિષ્ણાત મારિયા વાન કેરખોવે જણાવ્યું કે, આ પ્રકોપમાં પહેલીવાર એવું જોવા મળી રહ્યું છે કે વાયરસ માણસથી માણસમાં ફેલાઈ રહ્યો હોય. જોકે, તેમણે આશ્વાસન આપ્યું છે કે આ કોરોના જેવી મહામારી નથી, કારણ કે તે ખૂબ જ નજીકના અને સીધા સંપર્કથી જ ફેલાય છે.

વર્તમાન સ્થિતિ અને તકેદારી

હાલમાં જહાજ પર સવાર તમામ મુસાફરો માટે માસ્ક પહેરવું અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. WHO અને સ્થાનિક આરોગ્ય સત્તાવાળાઓ જહાજને સેનિટાઈઝ કરવાની અને સંક્રમિતોને અલગ રાખવાની કામગીરી કરી રહ્યા છે. જહાજને સ્પેન પહોંચતા પહેલા સંપૂર્ણપણે સુરક્ષિત જાહેર કરવા માટેના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now