Home International Hantavirus Andes Virus Outbreak Cruise Ship Passengers

દુનિયા પર નવો સ્વાસ્થ્ય ખતરો : ક્રૂઝ શિપ પર 29 મુસાફરો હન્ટાવાયરસની ઝપેટમાં

A new health threat in the world
Published by: Vaishnavi Pathak
Last Updated: May 08, 2026, 04:18 AM IST

દુનિયા પર નવો ખતરો: ક્રૂઝ શિપમાં હન્ટાવાયરસનો વિસ્ફોટ

કોરોના બાદ હવે દુનિયા સામે એક નવો સ્વાસ્થ્ય પડકાર ઊભો થયો છે. એક વૈભવી ક્રૂઝ શિપ પર મુસાફરી કરી રહેલા 12 અલગ-અલગ દેશોના 29 પ્રવાસીઓ 'હન્ટાવાયરસ' (Hantavirus) ના ખતરનાક વેરિઅન્ટ 'એન્ડીઝ વાયરસ' (Andes virus) થી સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે આરોગ્ય એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

શું છે આ સમગ્ર મામલો?

વૈજ્ઞાનિક અહેવાલો અનુસાર, આ વાયરસનો ફેલાવો દક્ષિણ અમેરિકા નજીક એક ક્રૂઝ શિપમાં જોવા મળ્યો હતો. જે મુસાફરો સંક્રમિત થયા છે તેઓ આર્જેન્ટિના, ચિલી અને અન્ય યુરોપિયન દેશોના વતની છે. શરૂઆતમાં સામાન્ય તાવ જેવા લક્ષણો દેખાયા બાદ જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે એન્ડીઝ વાયરસની પુષ્ટિ થઈ હતી.

આ પણ વાંચો: ઘરમાં ઉંદર હોય તો ચેતી જજો! ફેલાઈ રહ્યો છે Hantavirus નો ખૌફ | શું છે તેના લક્ષણો? જાણો કેવી રીતે ફેલાય છે આ ખતરનાક વાયરસ | Offbeat Stories

એન્ડીઝ વાયરસ (Andes Virus) કેટલો ખતરનાક?

એન્ડીઝ વાયરસ એ હન્ટાવાયરસ પરિવારનો એક હિસ્સો છે. આ વાયરસ અન્ય હન્ટાવાયરસ કરતા વધુ જોખમી માનવામાં આવે છે કારણ કે તે માત્ર ઉંદરો દ્વારા જ નહીં, પરંતુ 'માનવથી માનવ' (Human-to-Human) માં પણ ફેલાઈ શકે છે. તે શ્વસનતંત્ર પર સીધો હુમલો કરે છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં Hantavirus Pulmonary Syndrome (HPS) કહેવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now