Home International H1b Visa Green Card Uscis New Signature Rules 2026

H-1B વિઝા અને ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : અમેરિકાની USCIS એ સહી ને લઈને કડક આદેશ જાહેર કર્યો, નાની ભૂલ પણ અરજી રદ કરાવી શકે છે.

Major changes in H-1B visa and green card regulations
Published by: Vaishnavi Pathak
Last Updated: May 19, 2026, 08:06 AM IST

અમેરિકામાં નોકરી કરવા ઈચ્છતા ભારતીયો અને ત્યાં વસતા પ્રોફેશનલ્સ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) દ્વારા ઇમિગ્રેશન ફોર્મ પર સહી કરવાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) દ્વારા જારી કરાયેલા આ નવા નિયમ બાદ, જો તમારી સહીમાં સહેજ પણ ભૂલ હશે તો H-1B વિઝા પિટિશન અથવા ગ્રીન કાર્ડ (Green Card) ની અરજી સીધી નકારી (Deny) કાઢવામાં આવી શકે છે.

આ નવો નિયમ July 10, 2026 થી અમલમાં આવવા જઈ રહ્યો છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે જો સહી અમાન્ય હોવાને કારણે અરજી રદ થશે, તો ડિપાર્ટમેન્ટ તમારી એપ્લિકેશન ફી પણ પરત નહીં કરે.

નવા નિયમથી અરજદારોને શું નુકસાન થઈ શકે?

અત્યાર સુધી એવું થતું હતું કે જો કોઈ ફોર્મ સ્વીકારાઈ જાય અને તેની ફી કપાઈ જાય, તો અરજદારો એમ માની લેતા કે તેમની પ્રક્રિયા સુરક્ષિત છે. પરંતુ નવા વચગાળાના નિયમ (Interim Final Rule) મુજબ, જો અરજી સ્વીકાર્યા પછી પણ પ્રોસેસિંગ દરમિયાન ક્યાંય પણ સહીની ખામી જોવા મળશે, તો ઇમિગ્રેશન ઓફિસર્સને તેને સીધી નકારી કાઢવાનો અધિકાર રહેશે.

આનાથી અરજદારોના પૈસા તો ડૂબશે જ, સાથે જ આખી પ્રક્રિયા ફરીથી કરવી પડશે જેના કારણે ડેડલાઇન ચૂકી જવાનો અને વિઝા સ્ટેટસ જોખમમાં મૂકાવવાનો મોટો ભય રહેશે.

શું કરવું અને શું ન કરવું (Do's and Don'ts)

  • USCIS એ સ્પષ્ટ કર્યું છે કે કાગળ પર સબમિટ કરવામાં આવતી અરજીઓ માટે કઈ સહીઓ માન્ય ગણાશે અને કઈ અમાન્ય:

  • મૂળ હાથથી કરેલી સહી (Original Wet-ink Signature).

  • ઓરિજિનલ પેનથી કરેલી સહીવાળા દસ્તાવેજની સ્કેન કોપી (Scanned copy).

  • અસલી સહીવાળા ફોર્મની ફેક્સ (Fax) અથવા ફોટોકોપી.

  • USCIS દ્વારા માન્ય કરાયેલી ચોક્કસ ઓનલાઇન સિસ્ટમ્સમાં ડિજિટલ સહી.

શું ન કરવું (આ સહીઓ અમાન્ય ગણાશે)

  • ફોટોશોપ કે અન્ય ટૂલ દ્વારા કોપી-પેસ્ટ (Copy-paste) કરેલી સહી.

  • કોઈપણ સોફ્ટવેર (જેમ કે DocuSign વગેરે) દ્વારા ઓટો-જનરેટેડ ડિજિટલ સહીઓ.

  • સહીના સિક્કા (Signature Stamps) નો ઉપયોગ.

  • અરજદાર સિવાય અન્ય કોઈ વ્યક્તિ કે વકીલ દ્વારા કરવામાં આવેલી સહી.

    આ નવો નિયમ ખાસ કરીને એવા નોકરીદાતાઓ (Employers) અને HR ટીમો માટે મોટો પડકાર બનશે જેઓ ડિજિટલ વર્કફ્લો પર વધુ નિર્ભર છે. નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે July 10, 2026 પહેલાં તમામ કંપનીઓએ તેમની ઇન્ટરનલ ફાઇલિંગ પ્રોસેસ સુધારી લેવી જોઈએ જેથી કોઈ ભારતીય આઈટી પ્રોફેશનલ કે અન્ય અરજદારને નુકસાન ન વેઠવું પડે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now