Home Gujarat Gujrat News Ahmedabad High Court Bomb Threat Email

ગુજરાત હાઇકોર્ટને મળ્યો ધમકીભર્યો ઈમેલ : બોમ્બ પ્લાન્ટની ધમકી મળતા જ પોલીસ સહિત તમામ એજન્સીઓ હાઇ એલર્ટ પર

ગુજરાત હાઇકોર્ટને મળ્યો ધમકીભર્યો ઈમેલ
Published by: OBS Bureau
Last Updated: Dec 04, 2025, 12:10 PM IST

Guajrat High Court Bomb Threat: અમદાવાદમાં આજે મદીના હૈદરાબાદ જતી ફલાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. જેના પગલે આ ફ્લાઇટને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવી હતી. ત્યારે હવે ગુજરાત હાઇ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેઈલ મળ્યો હતો. આ ઈમેઈલ મળતા જ અમદાવાદ શહેરમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. ઈ-મેઈલ મળ્યા બાદ તરત જ હાઈકોર્ટના અધિકારીઓએ સોલા પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી.

મળતી માહિતી મુજબ, આ ઈ-મેઈલમાં બોમ્બ પ્લાન્ટ કરવાની સ્પષ્ટ વાત કરાઈ હતી. ઈ-મેઈલ મળતા કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસ સાથે સાથે FSL ટીમ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને પણ તાત્કાલિક સ્થળ પર બોલાવી લેવાયા હતા. હાઈકોર્ટની બહાર અને અંદર સમગ્ર કેમ્પસનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

સોલા પોલીસ સ્ટેશન સહિતની તમામ તપાસ એજન્સીઓએ આ ઈ-મેઈલ કોને મોકલ્યો અને કયા આઈડી પરથી મોકલાયો તેની ટેકનિકલ તપાસ શરૂ કરી છે. સાયબર ક્રાઈમ વિભાગે ઈ-મેઈલના સર્વર, IP એડ્રેસ અને ટ્રેસિંગ સંબંધિત તમામ પ્રક્રિયા શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે આ ઈ-મેઈલ કોઈ અજાણ્યા વ્યક્તિ અથવા જૂથે ખોટા આઈડી દ્વારા મોકલ્યો હોઈ શકે છે, પરંતુ સચોટ માહિતી માટે તપાસ ચાલુ છે.

આ ઈમેઈલ મળ્યા બાદ હાઈકોર્ટની સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે. દરવાજા પર સુરક્ષા ગાર્ડની સંખ્યા વધારી દેવામાં આવી છે, તેમજ દરેક એન્ટ્રી પર સ્કેનિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે. કોર્ટમાં આવતા વકીલો, કર્મચારીઓ અને સામાન્ય લોકો માટે કડક ચેકિંગનું પાલન કરવામાં આવી રહ્યું છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે હાલની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. હાઈકોર્ટની અંદર કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ ઈ-મેઈલ મોકલનાર સુધી પહોંચવા માટે તપાસ ચાલુ છે. તેમણે એ પણ જણાવ્યું કે લોકોમાં કોઈપણ પ્રકારનો ભય ન રહે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ અને સર્વેલન્સ વધારી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મારી પત્નીના પૂર્વ ગૃહમંત્રી સાથે અનૈતિક સંબંધો...!!
Offbeat Exclusive: PMOમાં ફરિયાદ બાદ ધમેન્દ્ર હેરમાની હકાલપટ્ટી
વડોદરા 'કલાનગરી' માંથી બની 'મચ્છરનગરી'
કચ્છની રાજનીતિમાં ચૂંટણી પહેલાં મોટો ઉલટફેર
હે ભગવાન! રાજકોટમાં આવી કરુણાંતિકા