ગુજરાત હાઇકોર્ટ ખાતે ન્યાયાધીશ નેરનહલ્લી નિવાસન સંજય ગૌડાનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનિતા અગ્રવાલે ન્યાયાધીશ નેરનહલ્લી નિવાસન સંજય ગૌડાને ગુજરાત હાઇકોર્ટેના ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટની ફર્સ્ટ કોર્ટમાં યોજાયેલા આ શપથગ્રહણ સમારંભમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશઓ, એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટક હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ નેરનહલ્લી નિવાસન સંજય ગૌડાને ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ગુજરાતીઓને અભણ કહ્યાં: કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ગુજરાતીઓને અભણ કહ્યાં






