Home Gujarat Gujarats Tableau Wins Popular Choice Award For The Fourth Consecutive Year

ગુજરાત માટે વધુ એક ગર્વની વાત : “પોપ્યુલર ચોઈસ એવોર્ડ” માં ગુજરાતનો ટેબ્લો સતત ચોથા વર્ષે No.1, CMએ X પર વ્યક્ત કરી ખુશી

ગુજરાત માટે વધુ એક ગર્વની વાત
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2026, 11:30 AM IST

ગુજરાત માટે વધુ એક ગર્વનો દિવસ, 77 મા પ્રજાસત્તાક પર્વના અવસરે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ ફરી એક વખત દેશભરમાં પોતાની છાપ છોડી છે. ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ એવોર્ડ” શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવીને ઈતિહાસ રચ્યો છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ રાજ્યના મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી ગુજરાતવાસીઓને અભિનંદન પાઠવ્યા છે.

આ વર્ષે ગુજરાતના ટેબ્લોનું થીમ ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદેમાતરમ્’ હતું, જે રાષ્ટ્રભક્તિ અને સ્વાતંત્ર્યસંગ્રામની ભાવનાથી ભરપૂર હતું. ટેબ્લોમાં ગુજરાતના સ્વાતંત્ર્યવીરોના યોગદાનને આકર્ષક અને સર્જનાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું હતું, જેને દર્શકો તરફથી ભારે પ્રશંસા મળી. દેશભરમાંથી પરેડ જોનારા લાખો લોકોએ ગુજરાતના ટેબ્લોને પસંદ કરી પોતાનો મત આપ્યો હતો.

ખાસ વાત એ છે કે “પોપ્યુલર ચોઈસ એવોર્ડ” માટે ઓનલાઈન વોટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના ટેબ્લોને સૌથી વધુ મત મળ્યા હતા. આ જ કારણથી ગુજરાતે ફરી એક વખત પ્રથમ ક્રમ હાંસલ કર્યો. આ અગાઉ વર્ષ 2023, 2024 અને 2025માં પણ ગુજરાતના ટેબ્લોએ સતત ત્રણ વર્ષ આ શ્રેણીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું, અને હવે ચોથી વખત જીત મેળવીને નવો રેકોર્ડ સર્જ્યો છે.

મુખ્યમંત્રીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે આ સફળતા રાજ્યની સંસ્કૃતિ, ઇતિહાસ અને દેશપ્રેમની ભાવનાનું પ્રતિબિંબ છે. તેમણે ટેબ્લો બનાવનારી ટીમ, કલાકારો અને તમામ ગુજરાતવાસીઓને આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા હતા.\

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now