Catch The Rain: આજે કેચ ધ રેઈન મિશન અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ માટે રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આજે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં આવેલાં ચોડુંગરીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જળસંગ્રહ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે.બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય અભિયાન અંતર્ગત 50 હજાર રિચાર્જ કૂવાના નિર્માણનો આજથી પ્રારંભ થયો છે. દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અભિયાનને લીલીઝંડી આપી છે.
પીએમ મોદીએ દેશભરમાં કેચ ધ રેઈન મિશન હાથ ધરવા આહવાન કર્યું છે. જેને પગલે ગુજરાતે આ દિશામાં પહેલ કરી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ભૂગર્ભ જળના સ્તરને ઊંચા લાવવાનો છે. આ પ્રોજેક્ટમાં 50 હજાર રિચાર્જ કૂવા પૈકી 25 હજાર રિચાર્જ કૂવા બનાસ ડેરી દ્વારા બનાવવામાં આવશે.
"પાંચ વર્ષ કૌભાંડ કરનારા હવે ચૂંટણી આવતા 'સુંદરકાંડ' કરે છે": AAP પર વરાછાના ધારાસભ્યનો સીધો પ્રહાર






