Home Gujarat Gujarats Development Model Is Flawed India Ranks 130th And Gujarat 25th In Undps Hdi Report

"ગુજરાતના વિકાસના દાવા પોલા"- ડો. જય નારાયણ વ્યાસ : UNDPના HDI અહેવાલમાં ભારત 130મા અને ગુજરાત 25મા ક્રમે

"ગુજરાતના વિકાસના દાવા પોલા"- ડો. જય નારાયણ વ્યાસ
Published by: OBS Bureau
Last Updated: Oct 16, 2025, 11:04 AM IST

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન ડો. જય નારાયણ વ્યાસે યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (UNDP)ના તાજેતરના હ્યુમન ડેવલોપમેન્ટ ઇન્ડેક્સ (HDI) અહેવાલના હવાલે ગુજરાતના વિકાસના દાવાઓને પોલા ગણાવ્યા. તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ની ગુજરાત અને કેન્દ્ર સરકારના ‘ગુજરાત મોડેલ’ અને વિકસિત ભારતના દાવા હકીકતથી કોસો દૂર છે.

ગુજરાત 0.646ના HDI સૂચકાંક સાથે 25મા ક્રમે

UNDPના 2023ના HDI અહેવાલ મુજબ, વિશ્વના 193 દેશોમાં ભારત 0.685ના સૂચકાંક સાથે 130મા ક્રમે છે, જે વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં ખૂબ પાછળ છે. આ સૂચકાંક અપેક્ષિત આયુષ્ય, શિક્ષણનું સ્તર અને માથાદીઠ આવકના આધારે નક્કી થાય છે. ટોચના દેશોમાં આઇસલેન્ડ (0.972), નોર્વે (0.966) અને સ્વિટ્ઝરલેન્ડ (0.970)નો સમાવેશ થાય છે, જ્યારે ભારતનું સ્થાન આ યાદીમાં નીચું છે. ભારતના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત 0.646ના HDI સૂચકાંક સાથે 25મા ક્રમે છે, જે ગોવા (0.760), કેરળ (0.758), ચંદીગઢ (0.751), પોંડીચેરી (0.741) અને દિલ્હી (0.734) જેવા રાજ્યો/પ્રદેશો કરતાં પાછળ છે. આ યાદીમાં લક્ષદ્વીપ (0.719), સિક્કીમ (0.712) અને મિઝોરમ (0.709) જેવા નાના રાજ્યો પણ ગુજરાતથી આગળ છે. ડો. વ્યાસે આ આંકડાઓ રજૂ કરતાં ગુજરાતના ‘અતિ વિકસિત’ રાજ્ય તરીકેના દાવાને પોલો ગણાવ્યો અને જણાવ્યું કે BJP સરકારનું શાસન ઇવેન્ટ મેનેજમેન્ટ અને જાહેરાતો સુધી મર્યાદિત છે.ડો. વ્યાસે વધુમાં જણાવ્યું કે અગાઉના અહેવાલોમાં ગુજરાતના ચાર જિલ્લા દેશના ટોચના દસ કુપોષિત જિલ્લાઓમાં સામેલ હતા, જે રાજ્યની વિકાસની નબળી સ્થિતિ દર્શાવે છે.

BJP સરકારોના વિકાસના દાવા ‘જૂઠાણું’

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાત અને કેન્દ્રની BJP સરકારોના વિકાસના દાવા ‘જૂઠાણું’ છે અને UNDPનો અહેવાલ આ હકીકતને સ્પષ્ટ કરે છે. તેમણે ઉમેર્યું કે ગુજરાતનું શાસન રાજ્યને પાછળ ધકેલી રહ્યું છે, જેના કારણે ગુજરાતની પ્રગતિ અટકી ગઈ છે.પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર ડો. મનીષ દોશી અને મીડિયા કોર્ડિનેટર હેમાંગ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદમાં કોંગ્રેસે ગુજરાતના વિકાસના દાવાઓને તકલાદી અને બિનટકાઉ ગણાવી, રાજ્યની જનતાને હકીકતથી વાકેફ કરવાનો પ્રયાસ કર્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ