Home Gujarat Gujarati News Offbeat Stories Vadodara Ms University Food Poisoning Girl Students Health

હોસ્ટેલમાં ભોજન લીધું, ટપોટપ બગડી 100 વિદ્યાર્થીઓની તબિયત! : MS યુનિવર્સિટીમાં મેસમાં ફૂડ પોઈઝનિંગ, 100થી વધુ વિદ્યાર્થિનીઓની બગડી તબિયત!

હોસ્ટેલમાં ભોજન લીધું, ટપોટપ બગડી 100 વિદ્યાર્થીઓની તબિયત!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 09, 2025, 08:51 AM IST

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (M.S. યુનિ.)ના ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસમાં મંગળવારની રાત્રે ભોજન બાદ 100 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી. જે તબીબ તપાસ બાદ જાણવા મળ્યું કે, ફૂડ પોઇઝનિંગ થયું છે. રાત્રે મેસમાં ભોજન લીધા બાદ 100થી વધુ વિદ્યાર્થીનીઓને ઊલ્ટી, ચક્કર અને પેટમાં દુખાવા જેવી તકલીફ થઈ હતી, જેના પગલે ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસમાં અફરાતફરી મચી હતી.

વિદ્યાર્થીનીઓને તાત્કાલિક સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે હોસ્પિટલમાં બેડ ખૂટી પડતાં, વધારાની વ્યવસ્થા ગોત્રી હોસ્પિટલમાં ઉભી કરવામાં આવી હતી, ત્યાં પણ કેટલીક વિદ્યાર્થીનીઓને ખસેડવામાં આવી હતી. મોડી રાત્રે એમ્બ્યુલન્સના સતત અવાજથી ગર્લ્સ હોસ્ટેલનો આખો કેમ્પસ ગૂંજી ઉઠ્યો હતો.

KG હોલ સહિત કુલ ચાર ગર્લ્સ હોસ્ટેલની અંદાજે 600 વિદ્યાર્થીનીઓએ તે દિવસે રાત્રે ભોજન લીધું હતું. આ ઘટનાને લઈ યુનિવર્સિટી તંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ફૂડ સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. અત્યારે વિદ્યાર્થીઓની તબિયત સ્થિર છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now