Home Gujarat Gujarati News Offbeat Stories Dwarka Camel Camel Drowned Jam Khambhadiya Ocean Gujarat

ગુજરાતના આ ગામમાંથી તણાઈને મધદરિયે પહોંચ્યું ઊંટનું ઝુંડ! : દેવભૂમિ દ્વારકાનાં જામ ખંભાળીયામાં દરિયામાં તણાયા ઉંટ, વાડીનાર પોલીસે કર્યું રેસ્કયુ!

ગુજરાતના આ ગામમાંથી તણાઈને મધદરિયે પહોંચ્યું ઊંટનું ઝુંડ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 07, 2025, 01:18 PM IST

દ્વારકા જિલ્લાના વાડીનાર ખાતે એક અદભૂત ઘટના સામે આવી છે, જ્યાં દિન દયાળ પોર્ટની જેટી પર ઊંટોનું ટોળું દરિયાઈ પાણીમાં તણાતું જોવા મળ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ઊંટો સિંગચ ગામેથી તણાઈને આવ્યા હતા. જ્યારે ઊંટો પાણીમાં તણાતા જોવા મળ્યા, ત્યારે તરત જ વાડીનાર પોલીસને જાણ કરાઈ હતી.
ઊંટોનું રેસક્યુ કરવામાં આવ્યું!
પોલીસ દ્વારા માલધારીનો સંપર્ક સાધીને તેમને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યો હતો. માલધારીઓની મદદથી તણાઈ ગયેલા ઊંટોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ અને રેસક્યૂ પૂરું પાડવામાં આવ્યું હતું. જો કે, ભારે જહેમત બાદ ઊંટોનું સુરક્ષિત રેસક્યુ કરવામાં આવ્યું હતું.
કહેવાય છેકે ગુજરાતના કચ્છમાં જોવા મળતાં ખારાઇ ઉંટ જ દરિયામાં તરી શકે છે..જો કે વાત જીવસટોસટની હોય ત્યારે દરેક જીવ છેલ્લા શ્વાસ સુધી જીવવા માટે મથામણ કરે છે..આવા જ દ્રશ્યો જોવા મળ્યા દેવભૂમિ દ્વારકાનાં જામ ખંભાળીયામાં..કે જ્યાં દિન દયાળ પોર્ટની જેટી પર દરિયામાં ઉંટો દેખાતાં દોડધામ મચી...ગળાડૂબ પાણીમાં ઉંટો કિનારા તરફ આવવા માટે મથામણ કરી રહ્યાં હતાં..આ ઘટનાની માહિતી મળતાં વાડીનાર પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ માલધારીઓને સાથે રાખી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું...પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે વાડીનાથ ગામ પાસે આવેલા સિંગચ ગામેથી ઉંટો તણાયા હતા...જે નદીમાર્ગે તણાઇને દરિયામાં પહોંચી ગયા હતા..જોકે સમયસર ઊંટોનું ઝુંડ દરિયામાં દેખાતાં તમામને બચાવી લેવામાં આવ્યા...

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now