Home Gujarat Gujarati News Offbeat Stories Ahmedabad Juhapura Parot Robbery Cctv Theft Of Exotic Parrots

વિદેશી પોપટની ચોરીનો વીડિયો જોઈ ચોંકી જશો! : અમદાવાદમાં લાખો રૂપિયાના વિદેશી પોપટની ચોરીના સામે આવ્યાં CCTV વીડિયો ફૂટેજ!

વિદેશી પોપટની ચોરીનો વીડિયો જોઈ ચોંકી જશો!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 09, 2025, 12:41 PM IST

અમદાવાદમાં વિદેશી પોપટોની ચોરીની ઘટનાએ પોલીસને પણ ચોંકાવી દીધી. જ્યારે પોલીસને ખબર પડી કે અમદાવાદમાં એક દુકાન એવી છે જ્યાં દોઢ લાખથી લઈને સાડા ત્રણ લાખ રૂપિયા સુધીના વિદેશી પોપટનું વેંચાણ થતું હતું. આ ઘટના છે અમદાવાદના જુહાપુરા વિસ્તારની. જ્યાં આવેલી એક એક્વેરિયમ સોપમાંથી ચોરો લાખો રૂપિયાની કિંમતના વિદેશી પોપટોની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. અહીં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ દર્શાવવામાં આવ્યાં છે. જેમાં તમે એક ચોરને સીસીટીવીમાં કેદ થયેલો પણ જોઈ શકો છો.

આ દર્શાવવામાં આવેલાં વીડિયો અમદાવાદના જુહાપુરામાં આવેલી એક એક્વેરિયમ શોપનો છે. જ્યાં લાખો રૂપિયાની કિંમતના વિદેશી પોપટ રાખવામાં આવતા હતાં. તમને જાણીને નવાઈ લાગશે કે આ દુકાનમાં દોઢ લાખથી લઈને સાડ ત્રણ લાખ રૂપિયા સુધીના વિદેશી પોપટ રાખવામાં આવતા હતાં. ઓસ્ટ્રેલિયન પેરોટ , મકાઉ પેરોટ, આફ્રિકન ગ્રે પેરોટ, એટલેટસ પેરોટ, બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ પેરોટ અને મૌલુટન કાકા ટુ પેરોટ સહિતના દુનિયાભરના પેરોટ તમને આ દુકાનમાં જોવા મળી જાય.

જોકે, ચોરોને પણ આ ફોરેન પેરોટની કિંમતનો અંદાજો આવી ગયો હશે. એ જ કારણ છેકે, રાતના અંધારામાં ગાડી લઈને આવેલાં ચોરો એક્વેરિયમનું શટર તોડીને અંદર ઘુસી વિદેશી પોપટોની ચોરી કરીને કારમાં ફરાર થઈ ગયાં. જેમાંથી એક આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે...હાલ પોલીસે લાખો રૂપિયાના પોપટોની ચોરી કરનાર ચોરોની તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now