Home Gujarat Gujarati Film Awards Announced

ગુજરાતી ચલચિત્ર પારિતોષિક જાહેર : 40 કેટેગરી માટે 46 લોકોને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો

ગુજરાતી ચલચિત્ર પારિતોષિક જાહેર
Published by: OBS Bureau
Last Updated: Aug 07, 2025, 01:52 PM IST

ગુજરાતી ચલચિત્રો ગુણવત્તાયુક્ત બને અને તેને પ્રોત્સાહન મળે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-2019 હેઠળ ગુજરાતી ચલચિત્રોના કલાકાર કસબીઓને વિવિધ કેટેગરીમાં રોકડ પુરસ્કાર-પારિતોષિક એનાયત કરવામાં આવે છે.

વર્ષ-2023ના સમયગાળા દરમિયાન સિનેમાગૃહોમાં પ્રદર્શિત થયેલા ગુજરાતી ચલચિત્રો માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ 46 કેટેગરી પૈકી 40 કેટેગરીમાં પ્રોત્સાહક રકમ અને પારિતોષિક જાહેર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક વિજેતા કલાકાર-કસબીઓનો સન્માન સમારોહ યોજવામાં આવશે.

પારિતોષિક જાહેર કરવામાં આવ્યા

આ પારિતોષિકોનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને વધુ ગુણવત્તાયુક્ત ફિલ્મો બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, જેથી ગુજરાતી સિનેમાનો વ્યાપ વધે અને તેને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળે. આ સન્માન સમારોહમાં કલાકારો, દિગ્દર્શકો અને ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now