Home Gujarat Gujarat Weather Forecast Gujarat Rain In More Than 215 Talukas

ગુજરાતના 215થી વધુ તાલુકામાં વરસાદ : 7 જિલ્લાઓમાં ઓરેન્જ તો 14 જિલ્લાઓમાં યલો એલર્ટ, જાણો આગાહી

ગુજરાતના 215થી વધુ તાલુકામાં વરસાદ
Published by: OBS Bureau
Last Updated: Aug 17, 2025, 06:07 AM IST

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 215 થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ભેસાણમાં 6.3 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે જામકંરોડણામાં 4.65 ઈંચ, ગોંડલમમ 4.13 ઈંચ, દાંતીવાડામાં 4.13 ઈંચ વરસ્યો છે. નાંદોદમાં 3.7 ઈંચ, ધારીમાં 2.99 ઈંચ, હળવદમાં 2.76 ઈંચ, વરસાદ વરસ્યો તો હાંસોટ અને કરજણમાં બંને સ્થળે 2.4 ઈંચ વરસાદ પડ્યો.


દસાડામાં 2.32 ઈંચ વરસાદ

ખંભાળિયામાં 2.32 ઈંચ, દસાડામાં 2.32 ઈંચ, રાણપુરમાં 2.24 ઈંચ વરસાદ થયો હતો. ખેડામાં 2.20 ઈંચ, વિસાવદરમાં 2.17 ઈંચ, પાટણમાં 2.13 ઈંચ વરસાદ નોંધાયો, વેરાવળમાં 2.13 ઈંચ, ઉનામાં 2.9 ઈંચ, જામ જોધપુરમાં 2.5 ઈંચ ખાબક્યો. કોડીનારમાં 2.5 ઈંચ, લિંબડીમાં 2.1 વરસાદ નોંધાયો હતો, જાફરાબાદમાં 1.58, બગસરામાં 1.77 ઈંચ વરસાદ વરસ્યો હતો.


આજે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

નવસારી, વલસાડ, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.


આજે આ જિલ્લાઓમાં યલો એલર્ટ

ડાંગ, તાપી, સુરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં યલો એલર્ટ અપાયું છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now