Home Gujarat Gujarat Vadodara Crime Lockdown Vyajkhor Manjalpur Police

વડોદરાના વ્યાજખોરોએ કર્યો એક યુવાનને લોકડાઉન : ૩ મહિના સુધી ઘરમાં પૂરી રાખ્યો જાણો શું છે સમગ્ર ઘટના

વડોદરાના વ્યાજખોરોએ કર્યો એક યુવાનને લોકડાઉન
Published by: OBS Bureau
Last Updated: Jul 16, 2025, 10:25 AM IST

વડોદરા માંજલપુર તુલસીધામ ચાર રસ્તા વુડા ના મકાનમાં એક અસામાન્ય ઘટના સામે આવી છે, વ્યાજખોરોને સમયસર વ્યાજ ન મળતા વૃદ્ધા ના દિકરા ને 3 મહીના સુધી ઘરમાં પૂરી રાખ્યો હતો. ઘર માં પુરાયેલા દિકરા ને પાણી ની બોટલ પણ આપવા તકલીફ ભોગવવી પડે છે કારણકે દીકરાને અંદર પુરવામાં આવ્યો હતો. વડોદરા પોલીસે અગાઉ વ્યાજખોરોના આતંકને ડામવા જુંબેશ ચલાવી હતી પરંતુ આવો વિચિત્ર મામલો સામે આવ્યો છે.

શું છે સમગ્ર ઘટના?

પીડીતની માતા રમીલા બેનના કહેવા મુજબ તેમના પુત્ર નરેશે તેની બહેન ના લગ્ન માટે વ્યાજે રૂપિયા 70,000 લીધા હતા, અને દર મહિને વ્યાજખોરો દ્વારા તગડું વ્યાજ વસૂલવામાં આવતું હતું, 4 માસથી વ્યાજ ન ચૂકવી શકતા વ્યાજખોરે એ ઘરે આવી યુવાન નરેશ ને ધમકાવી ને ઘરમાં પૂરી તાળું મારી દીધું હતું અને માતા પુત્રને માર માર્યો હોવાના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા છે, વ્યાજ ખોરો પૈકીના એક વ્યાજખોર શારદાબેન તરસાલી વિસ્તાર માં રહે છે ફરિયાદીના કહ્યા પ્રમાણે શારદાબેન અને તેમના મળતિયાઓ આ પ્રમાણે સરકારી મકાનમાં રહેતા લોકો ને વ્યાજ ના ચક્કર માં ફસાવી દીધા છે અને તેની ઉઘરાણી માટે દાદાગીરી કરતા પણ ખચકાતા નથી હાલ પોલીસે પીડીત નરેશને બહાર કાઢ્યો છે અને તેની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now