Home Gujarat Ahmedabad Gujarat Unseasonal Rain Forecast Ambalal Patel April

ગુજરાતીઓ વરસાદ માટે તૈયાર રહેજો! : આ જિલ્લાઓમાં કડાકા સાથે મેઘો બોલાવશે ધબધબાટી! અંબાલાલની નવી આગાહી

કાળા વાદળો વચ્ચે વરસાદ પડતો દૃશ્ય
Published by: Viral Patel
Last Updated: Apr 16, 2026, 02:36 PM IST

Ambalal Patel Agahi: હાલમાં ગુજરાતમાં ઉનાળો પોતાનું અસલી રૂપ બતાવી રહ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો 40 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે. બપોરના સમયે આકરા તાપને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે વાતાવરણને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવવાની અને કમોસમી વરસાદ (માવઠું) પડવાની શક્યતા છે.

હવામાન વિભાગની 7 જિલ્લાઓમાં આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાન પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાતના હવામાન પર જોવા મળશે. આ સિસ્ટમને કારણે ભેજવાળા પવનો ફૂંકાશે, જેના લીધે 19 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાશે. મુખ્યત્વે સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે.

આ પણ વાંચો: પાણીપુરીનાં શોખીન થઈ જાઓ સાવધાન : પકોડીએ બાગાડી 60 લોકોની તબિયત

અંબાલાલ પટેલની મોટી આગાહી

પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શક્યતા દર્શાવી છે. તેમની આગાહી મુજબ 19 થી 21 એપ્રિલ રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવશે. ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. અમુક ભાગોમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. મે મહિનાના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં વાવાઝોડું સર્જાવવાની પણ શક્યતા છે.

કયા વિસ્તારોમાં અસર જોવા મળશે?

19 એપ્રિલના રોજ દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, મોરબી, અમદાવાદ, આણંદ, ખેડા, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં છૂટછવાયો હળવો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: આદિવાસીઓના નામે રાજનીતિ કરનારાઓનો પર્દાફાશ : હર્ષ સંઘવીના કોંગ્રેસ પર આકરા પ્રહાર

વરસાદ બાદ ફરી વધશે ગરમી

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, વરસાદી માહોલ હળવો થયા બાદ ફરી એકવાર ગરમીનું જોર વધશે. 20 એપ્રિલ પછી તાપમાનનો પારો ફરી ઊંચકાશે, જેમાં કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આકરી ગરમી પડવાની શરૂઆત થશે. ખેડૂતોને આ સમયગાળા દરમિયાન પોતાના પાકને સુરક્ષિત રાખવા અને માર્કેટ યાર્ડમાં રાખેલા અનાજને પલળવાથી બચાવવા સાવચેતી રાખવા સલાહ આપવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now