ગુજરાત યુનિવર્સિટીમાં NAAC A પ્લસ ગ્રેડ મળ્યા બાદ યુનિવર્સિટી દ્વારા કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓને પ્રોત્સાહન સ્વરૂપે 45 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે જેને લઈને વિવાદ શરૂ થયો છે. NSUI દ્વારા આ અંગે અગાઉ વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે NSUIના કાર્યકરોએ કુલપતિના નિવાસસ્થાનની બહાર આવેલા ગેટ પર ચઢી કુલપતિના બંગલામાં જવાનો પ્રયત્ન કર્યો હતો.જોકે પોલીસે NSUIના કાર્યકરોને ખેંચીને ગેટ પરથી નીચે ઉતાર્યા હતા અને ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
NAACમાં A પ્લસ ગ્રેડ મળ્યા બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કેટલાક અધિકારી અને કર્મચારીઓને 10,000 થી લઈને 5 લાખ સુધીના પ્રોત્સાહન સ્વરૂપે અલગ અલગ રકમ આપવામાં આવી છે.યુનિવર્સિટી દ્વારા કુલ 45 લાખ રૂપિયાની રકમ આપવામાં આવી છે જેને લઇને વિવાદ થયો છે.આ મુદ્દે NSUI દ્વારા અગાઉ કુલપતિને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને પ્રોત્સાહન સ્વરૂપે આપેલા તમામ રૂપિયા પરત લેવાની માંગણી કરી હતી.NSUI દ્વારા કુલપતિના બંગલાની બહાર જઈને સૂત્રોચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.આ દરમિયાન કેટલાક કાર્યકરો કુલપતિના બંગલાના ગેટ પર ચઢીને અંદર જવા પ્રયત્ન કરતા હતા.જો કે કુલપતિના બંગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.જેથી જે કાર્યકરો કુલપતિના બંગલાના ગેટ પર ચડ્યા તેમને પોલીસ દ્વારા ખેંચીને નીચે ઉતારવામાં આવ્યા હતા. તમામ કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી છે.વિરોધના પગલે રસ્તા પર પણ ટ્રાફિક જામ થયો હતો.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ






