Rajyasabha Election Gujarat Politics: સૌરાષ્ટ્રની રાજ્યસભા બેઠક પર કોનું નામ ફાઇનલ થશે? આ સવાલ અત્યારે ભાજપ માટે સૌથી મોટા કોયડા સમાન છે. કોંગ્રેસની બેઠક પણ ભાજપના ખાતામાં જવાની સંભાવના વચ્ચે આ વખતે ખાલી પડનારી રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપનો કબજો લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપમાંથી રાજ્યસભામાં જવા માટે અનેક મોટા માથાઓ પોતપોતાનું લોબિંગ કરી રહ્યાં છે. જેને કારણે રાજ્યસભામાં ભાજપમાંથી ઉમેદવારી કરવા હાલ મથામણ તેજ બની છે. એવામાં ભાજપના સાંસદ રામ મોકરીયાની વિદાયની સામે સૌરાષ્ટ્ર ભાજપના પ્રતિનિધિત્વ અને મહિલા સમીકરણો પર સૌની નજર મંડરાયેલી છે.
'જાણીએ ગુજરાત, આપણુું ગુજરાત' અંક - 1: છાતી ઠોકીને કહો છો 'હું ગુજરાતી છું', પણ શું તમને ખબર છે આપણા રાજ્યનું નામ 'ગુજરાત' કેવી રીતે કોતરાયું?
મહત્ત્વનું છેકે, મોદી અને અમિત શાહના યશમેન તરીકે જાણીતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીના અમદાવાદ પ્લેશ ક્રેશમાં નિધન પછી સૌરાષ્ટ્ર ભાજપમાંથી મોટા માથા તરીકે જૂજ ચહેરાઓ જ વધ્યાં છે. એવામાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણીને રાજ્યસભામાં મોકો આપીને ભાજપ હાઇકમાન્ડ સૌરાષ્ટ્રમાં નવેસરથી પોતાના સોગઠા ગોઠવે એવી શક્યતાઓ જોવાઈ રહી છે. રાજકીય વિશ્લેષકો પણ આ આ વાતને હવા આપી રહ્યાં છે.
ગુજરાતમાં આગામી જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાનારી રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી પહેલાં ભાજપમાં ઉમેદવારોની પસંદગીને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. હાલ રાજ્યમાંથી ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક રાજ્યસભા સભ્યનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. વર્તમાન વિધાનસભામાં ભાજપના મજબૂત સંખ્યાબળને જોતા ચારેય બેઠકો ભાજપના ખાતામાં જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં સૌથી વધુ ચર્ચા સૌરાષ્ટ્રના પ્રતિનિધિત્વને લઈને ચાલી રહી છે.
હાલમાં ભાજપના રામભાઈ મોકરીયા, નરહરી અમીન અને રમીલાબહેન બારાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની બેઠક પણ ચૂંટણી માટે ખાલી થવાની છે. વિધાનસભાના વર્તમાન આંકડાઓ અનુસાર કોંગ્રેસ પાસે એક બેઠક જીતવા માટે જરૂરી સંખ્યાબળ નથી, જેના કારણે આ બેઠક પણ ભાજપના ખાતામાં જવાની શક્યતા છે. પરિણામે ગુજરાતમાંથી રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બનશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.
અમિત શાહનો મેગા ડિફેન્સ પ્લાન: કહ્યું- 'આપણી સરહદમાં ઘૂસવાનું તો દૂર, કોઈ વિચારવાની પણ હિંમત નહીં કરે'
સૌરાષ્ટ્ર બેઠક પર સૌથી વધુ રસ
ભાજપના વર્તમાન રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયાનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો હોવાથી સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી નવા ચહેરાને તક મળશે કે નહીં તે મુદ્દે અટકળો વધી છે. પક્ષ માટે સૌરાષ્ટ્ર હંમેશા રાજકીય રીતે મહત્વનો વિસ્તાર રહ્યો છે અને તેથી અહીંથી ઉમેદવારની પસંદગીમાં સામાજિક, પ્રાદેશિક અને રાજકીય સમીકરણો મહત્ત્વની ભૂમિકા ભજવશે તેવી શક્યતા છે. રાજકીય ચર્ચાઓમાં કેટલાક ઉદ્યોગપતિઓ તેમજ સંગઠન સાથે લાંબા સમયથી જોડાયેલા નેતાઓના નામો પણ સામે આવી રહ્યા છે. જોકે અત્યાર સુધી ભાજપ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અંતિમ નિર્ણય પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા લેવામાં આવશે.
અંજલિબેન રૂપાણીનું નામ કેમ ચર્ચામાં?
આ તમામ અટકળોની વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણીનું નામ વિશેષ ચર્ચામાં છે. અંજલિબેન લાંબા સમયથી ભાજપ સંગઠન અને મહિલા મોરચાની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં તેમની સક્રિયતા અને સંગઠન સાથેનો સતત સંપર્ક તેમને સંભવિત દાવેદારોમાં સ્થાન અપાવે છે. સાથે જ અત્યાર સુધી સ્વ.વિજય રૂપાણીની છબિ પાર્ટી હાઇકમાન્ડના યશમેન તરીકેની રહી છે. એવામાં સ્વભાવિક રીતે જ તેમના પત્નીનું નામ ઉમેદવારોની યાદીમાં ચર્ચામાં આવી શકે છે.
ભાજપ છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલા પ્રતિનિધિત્વ વધારવા પર ભાર મૂકી રહ્યું છે. રમીલાબહેન બારાનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો હોવાથી મહિલા પ્રતિનિધિત્વ જાળવી રાખવા માટે પણ પક્ષ નવા મહિલા ચહેરાની પસંદગી કરી શકે છે. આ સંદર્ભમાં અંજલિબેનનું નામ રાજકીય ચર્ચાઓમાં આગળ હોવાનું કહેવાય છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીએ પક્ષના નિર્ણયને સ્વીકારી મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ પણ ભાજપ પ્રત્યેની તેમની વફાદારી જાળવી રાખી હતી. આ પરિબળ પણ ચર્ચાનો વિષય બન્યું છે, જોકે ઉમેદવારી અંગે કોઈ સત્તાવાર સંકેત હજુ સુધી આપવામાં આવ્યો નથી.
બાયડમાં ભાજપનાં કાર્યકર્તા સાથે જગદીશ વિશ્વકર્માએ આપી હાજરી: 'મન કી બાત' કાર્યક્રમ નિહાળ્યો
ભાજપ ફરી સરપ્રાઇઝ આપશે?
ભાજપ રાજ્યસભાની ચૂંટણીમાં ઘણી વખત એવા નામોની પસંદગી કરે છે જેની અગાઉ ખાસ ચર્ચા ન હોય. ભૂતકાળમાં પણ પક્ષે સંગઠનના કાર્યકરો, સામાજિક ક્ષેત્રના આગેવાનો અને વિવિધ સમુદાયોના પ્રતિનિધિઓને તક આપીને રાજકીય નિરીક્ષકોને ચોંકાવ્યા છે. તેથી આ વખતે પણ છેલ્લી ઘડીએ કોઈ નવા અથવા અણધાર્યા ચહેરાને ઉમેદવાર બનાવવામાં આવે તેવી શક્યતા નકારી શકાય નહીં.
આગામી દિવસોમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ અને કેન્દ્રીય નેતૃત્વની બેઠકો બાદ ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા છે. ત્યાં સુધી સૌરાષ્ટ્ર બેઠક માટે અંજલિબેન રૂપાણી સહિત અનેક નામો રાજકીય ચર્ચાના કેન્દ્રમાં રહેશે.





